પહેલીવાર ભારત અાવેલી અમેરિકી મહિલા પર ગેંગરેપ

ધર્મશાળાઃ પહેલીવાર ભારત યાત્રા પર અાવેલી અેક ૪૬ વર્ષીય અમેરિકી મહિલા સાથે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં બે અજાણી વ્યક્તિઅોઅે ગેંગરેપ કર્યો. ૧૪ સપ્ટેમ્બરના દિવસે અા ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હજુ બંને અારોપીઅોની અોળખ કરી શકી નથી. 

પીડિત મહિલાઅે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં લખ્યું છે કે હું ૧૪ સપ્ટેમ્બરે બજાર સ્થિત એક દુકાન જઈ રહી હતી. પાછળથી બે લોકોઅે મારી પર હુમલો કર્યો. મહિલાઅે બુધવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાનું કહેવું છે કે જ્યારે તે બેહોશ થઈ ગઈ ત્યારે અારોપીઅો તેને એક સૂમસામ જગ્યા પર લઈ ગયા અને બંનેઅે મળીને તેની પર રેપ કર્યો.  મહિલા એક અઠવાડિયા પહેલા જ અમેરિકાના કેલિફોર્નિયાથી ભારત અાવી હતી. 

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ અંતર્ગત હેઠળ અજાણ્યા અારોપીઅો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. કેસની તપાસ માટે ડીએસપી વેણુશર્માના નેતૃત્વમાં એક વિશેષ તપાસદળની રચના કરાઈ છે. શર્માઅે કહ્યું કે મહિલાને મેડિકલ તપાસ માટે લઈ જવાઈ છે અને અમે અારોપીઅોની શોધ કરી રહ્યા છીઅે. પોલીસ અધિકારીઅોઅે જણાવ્યું કે પીડિત મહિલા પહેલીવાર ભારત અાવી હતી. ધર્મશાળા અાવતાં પહેલાં તે કુલુ અને મનાલી પણ ગઈ હતી.

 

You might also like