પરિણીતી ચોપરા પોતાનું ઘર સજાવવામાં વ્યસ્ત 

પરિણીતિ ચોપરા હાલમાં પોતાનું નવું ઘર સજાવવામાં વ્યસ્ત છે. છેલ્લા થોડા સમયથી તે આ જ મિશન પાછળ પડી છે. પરિણીતિ કહે છે, ”મુંબઈમાં ઘર બનાવવું સૌથી મુશ્કેલ કામ છે. તે માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તમારી મનપસંદ જગ્યાએ ફ્લેટ શોધવો ખૂબ જ કષ્ટદાયક છે.” હાલમાં તે ફ્લેટમાં ઇન્ટિરિયર ડેકોરેશનનું કામ કરી રહી છે. તે કહે છે, ”તમારી મરજી મુજબનું ઘર બનાવવા તમારે ઘણો સમય પણ આપવો પડે છે ત્યારે જ તમારું મન માને છે.” તે કહે છે, ”છેલ્લા કેટલાય સમયથી મારું ધ્યાન મિશન આશિયાના પર હતું. મારી એક ફિલ્મ રેડી છે. આ ઉપરાંત મારી પાસે એકાદ-બે ફિલ્મની સ્ક્રિપ્ટ આવી હતી, પરંતુ મને સારી ન લાગી. ફિલ્મમાં કેટલાક ઇન્ટિમેટ સીન છે અને તે ફરજિયાત કરવા પડશે. એક હદ સુધી આવા સીન ઠીક છે, પરંતુ જો તે કહાણીની ડિમાન્ડ જ ન હોય તો કરવાની જરૂર હોતી નથી. ફિલ્મમાં આવા સીન પરાણે એડ કરાયા હતા, તેથી મેં ફિલ્મ કરવાની ના કહી દીધી.”

પરિણીતિ નારીપ્રધાન ફિલ્મો કરવા ઇચ્છે છે. તે કહે છે, ”મારા પાત્રમાં કોઈ દમ તો હોવો જોઈએ ને? મને ફાલતૂ રોલ કરવા પસંદ નથી. વળી, તેને દરેક હીરો સાથે કામ કરવું પસંદ છે. જો મારું પાત્ર દમદાર હોય તો સામે કયો હીરો છે તેનાથી મને કોઈ ખાસ ફરક પડતો નથી.” પરિણીતિ હાલમાં ‘બેટી બચાવો’ની બ્રાંડ એમ્બેસેડર પણ બની છે. 

 

You might also like