પરિણીતિની ફેન ક્લબ વધી તો ફિલ્મો ઘટી

હિટ ફિલ્મ ‘ઇશ્કજાદે’થી બોલિવૂડમાં ઓળખ મેળવનાર પરિણીતિ ચોપરાની છેલ્લી ફિલ્મ ‘કિલ દિલ’ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ફ્લોપ રહી અને ત્યારથી પરિણીતિને ફિલ્મો મળી રહી નથી. તાજેતરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર તેના પ્રશંસકોની સંખ્યા 50 લાખ થઇ ચૂકી છે. એ ખૂબ આશ્ચર્યજનક વાત છે કે 26 વર્ષીય આ બોલિવૂડ સુંદરીના પ્રશંસકોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેની પાસે એક પણ ફિલ્મ નથી. 

તાજેતરમાં સૈફ અલી ખાનના લીડ રોલવાળી ફિલ્મ ‘જુગલબંધી’માં પરિણીતિને લેવાની ચર્ચા હતી, પરંતુ સલમાનખાને પોતાના પ્રોડક્શનવાળી આ ફિલ્મમાં પરિણીતિના સ્થાને પોતાની ફેવરિટ સ્ટાર જેકલીનને લેવાનું પસંદ કર્યું. સલમાનના લીડ રોલવાળી ફિલ્મ ‘સુલતાન’ માટે પણ આદિત્ય ચોપરા પરિણીતિને લેવા ઇચ્છતો હતો, પરંતુ સલમાનખાન આ ફિલ્મમાં કૃતિ સનનને લેવા ઇચ્છે છે. એ જોવું દિલચસ્પ રહેશે કે આ ફિલ્મ માટે પરિણીતિેનું ભાગ્ય તેને સાથ આપે છે કે નહીં. 

હાલમાં તો પરિણીતિ તેના ખાલી સમયનો સદુપયોગ કરી રહી છે. તે મુંબઇમાં તેણે ખરીદેલા ફ્લેટને સજાવવામાં સમય પસાર કરી રહી છે, જોકે હાલમાં તે પહેલાં કરતાં વધુ ફિટ દેખાય છે. તે કહે છે, મને ક્યારેય મારા માટે સમય મળ્યો જ નહીં. હંમેશાં શૂટિંગમાં વ્યસ્ત રહેતી હતી ત્યારે એ વિચારીને ખુશ થતી કે હું કામ કરી રહી છું. ‘કિલ દિલ’ની રિલીઝ બાદ હું મારા માટે સમય કાઢી રહી છું. આજે હું મારા લુકથી ખુશ છું. મેં મારા પર જે મહેનત કરી તે દેખાઇ રહી છે. મારું ફિગર હવે મસ્ત બની ગયું છે. હાલમાં પરિણી‌તિે જાહેરાતોને સમય આપી રહી છે.  

 

You might also like