પરમાણુ હથિયારોની દોડમાં સામેલ થવું નથીઃ પાક  

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનનું કહેવું છે કે પરમાણુ હથિયારોની દોડમાં સામેલ થવાની તેની કોઈ ઇચ્છા નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અેક નિવેદનમાં અા વાત કહેવાઈ છે. નિવેદનમાં અા સમાચારને પણ ફગાવાયા છે કે પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોમાં વૃદ્ધિ કરી રહ્યું છે. તાજેતરમાં અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં અમેરિકી થીક ટેન્કે જણાવ્યું હતું કે પાકિસ્તાન અાવનારા પાંચથી દસ વર્ષમાં ૩૫૦ પરમાણુ હથિયારોની સાથે અમેરિકા અને રશિયા બાદ ત્રીજો સૌથી વધુ પરમાણુ હથિયારો ધરાવતો દેશ બની જશે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન પોતાના પ્રતિબંધિત ભારતની સરખામણીમાં ખૂબ જ ઝડપથી પોતાની પરમાણુ ક્ષમતામાં વૃદ્ધિ કરી રહ્યું છે. રિપોર્ટનું કહેવું હતું કે પાકિસ્તાન પાસે અત્યારે ૧૨૦ જ્યારે ભારત પાસે ૧૦૦ પરમાણુ હથિયાર છે. શુક્રવારે જારી પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ દક્ષિણ અેશિયામાં શાંતિ અને સ્થિરતા માટે છે અને પરમાણુ હથિયારોની રેસમાં સામેલ થવાનો તેનો કોઈ ઇરાદો નથી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાઅે કહ્યું કે પરમાણુ અાપૂર્તિ કરતા સમૂહના સભ્યોની સાથે ભારતની સમજૂતીના કારણે અા ક્ષેત્રમાં અસ્થિરતા પેદા થઈ શકે છે. 
 
You might also like