પબ્લિસિટી સ્ટંટ નહીં, કામ કરવા અાવી છુંઃ રાધિકા

ચાઈલ્ડ અાર્ટિસ્ટ તરીકે ઈન્ડસ્ટ્રીમાં અાવનાર રાધિકા અાપ્ટેએ ખૂબ જ જલદી સિનેમાજગતમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. રાધિકા તામિલ, તેલુગુ, મરાઠી, બાંગ્લા, મલયાલમ અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રાધિકાએ કેટલીયે શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં રાધિકાની ‘માંઝીઃ ધ માઉન્ટેનમેન’ અને ‘કૌન કિતને પાની મેં’ ફિલ્મ રિલીઝ થઈ. બંને ફિલ્મ ગામડાની કહાણી પર અાધારિત હતી.  ‘કૌન કિતને પાની મેં’ ફિલ્મમાં રાધિકાએ સૌરભ શુક્લા અને ગુલશન ગ્રોવર સાથે કામ કર્યું. તે કહે છે કે ઈન્ડસ્ટ્રીના અાટલા મોટા દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને હું પ્રાઉડ ફિલ્મ કરું છું. તેમની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું. હું બાળપણથી જ તેમની ફિલ્મ જોતી અાવું છું. હું નાની હતી ત્યારથી જ બંને અભિનેતાઓને મેં ટીવી પર જોયા છે. રાધિકાએ બોલિવૂડમાં પહેલી ફિલ્મ ‘લાઈફ હો તો ઐસી’ કરી. તે કહે છે કે અા ફિલ્મ કરતી વખતે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને અા ઈન્ડસ્ટ્રીમાં અાટલી સફળતા મળશે. હું નાની હતી ત્યારથી જ થિયેટર એક્ટિવિટી કરતી અાવી છું, પરંતુ ફિલ્મનો ભાગ બનીશ તે મેં ક્યારેય વિચાર્યું ન હતું. થોડા સમય પહેલાં રાધિકાની એક વીડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. તેને કેટલાક લોકો પબ્લિસિટી સ્ટંટ માને છે. રાધિકા કહે છે કે સૌથી પહેલી વાત એ કે હું લોકોની વાત સાંભળતી નથી. લોકો કંઈ પણ બોલતા રહે છે. કોઈ વ્યક્તિ પોતાના પગ પર કુહાડી કેવી રીતે મારે અા બધી ફાલતુ વાતો છે અને બીજી વાત હું અહીં કામ કરવા અાવી છું પબ્લિસિટી સ્ટંટ કરવા નહીં. •
 
You might also like