પબ્લિક રિવ્યૂ: મધુર ભંડારકરનું જૂની ફિલ્મોનું ફિક્કું કોકટેલ

મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સમાં પાંચ યુવતીઓને કેલેન્ડર ગર્લ્સના મુકામ સુધી પહોંચવા કઈ રીતે પસાર થવું પડે છે તે જણાવવામાં આવ્યું છે. મને સ્ટોરી પસંદ પડી, કારણ  કે તે સત્ય ઘટના પર આધારિત છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
કેવલ ધોકાઇ, નહેરુનગરઅગાઉ મધુર ભંડારકર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ફેશન, પેજ-3નું કો‌મ્બ‌િનેશન જોવા મળ્યું છે. એક મોડલે ટોચ સુધી પહોંચવા કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તે બતાવવામાં આવ્યું છે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.રાજન વ્યાસ, બોડકદેવ કેલેન્ડર ગર્લ્સમાં ફેશન અને હીરોઈન ફિલ્મ જેવા જ ટોપિક પર પૂરી ફિલ્મ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં પાંચેય કલાકારો દ્વારા પરફેક્ટ એક્ટિંગ કરવામાં આવી છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર બનેલી છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. ચિંતન વ્યાસ, બોડકદેવ મધુર ભંડારકરની દરેક ફિલ્મમાં કોન્સેપ્ટ એક જ હોય છે, પણ ર‌િયલ લાઈફ પર આધારિત હોય છે અને કેલેન્ડર ગર્લ્સમાં સૌથી વધુ સ્ટોરી અને સ્ક્ર‌િપ્ટ પણ દમદાર છે. જ્યારે બેકગ્રાઉન્ડ  મ્યુઝ‌િક પણ મૂવી સાથે ચાલે છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.કાવ્યા રાવલ, વસ્ત્રાપુર
You might also like