પબ્લિક રિવ્યૂ : કોરિયન થ્રિલરની સંજય ગુપ્તાઅે વાટ લગાડી દીધી

વિદેશી ફિલ્મોની નબળી કોપી કરવા માટે જાણીતા ફિલ્મ મેકર સંજય ગુપ્તાઅે અૈશ્વર્યા રાયની કમબેક ગણાતી અા ફિલ્મને મહાબોરિંગ અને રોમાંચ વિહોણી બનાવી છે. અોરિજિનલ કોરિયન થ્રિલર કરતાં ઘણી નબળી ફિલ્મ બની છે.જઝબા ફિલ્મ ઈમોશન્સ  અને થ્રિલર બન્ને એક સાથે દેખાડવામાં આવ્યાં છે. મને ફિલ્મમાં સૌથી વધુ ઈરફાન ખાનની એક્ટિંગ પસંદ પડી. જ્યારે અૈશ્વર્યા રાયેપણ તેનું બેસ્ટ આપવાનો ટ્રાય કર્યો છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. – અમિષા પટેલ, વસ્ત્રાપુરમને ફિલ્મમાં એશ્વર્યાનો અભિનય વધુ પસંદ પડ્યો. પાંચ વર્ષ બાદ અૈશ્વર્યા બોલિવૂડ પડદા પર જોવા મળી છે. તેને ફિલ્મ માટે કરેલી મહેનત ફિલ્મમાં દેખાઈ આવે છે. જ્યારે જેકી શ્રોફ અને શબાના આઝમીની ભૂમિકા પણ સારી છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. – દીપેન ગોહિલ, નવરંગપુરા 
મને ફિલ્મની સ્ટોરી નબળી લાગી. જો કે ફિલ્મમાં કલાકારોની ભૂમિકા સારી છે પણ સ્ટોરી અને સ્ક્રિપ્ટમાં દમ ના હોય તો ફિલ્મ પણ બોરિંગ લાગવા લાગે છે. ફિલ્મની સ્ટોરીમાં વધુ મહેનત કરવી જોઈતી હતી. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. – પ્રાપ્તિ યાજ્ઞિક, નારાયણપુરા અૈશ્વર્યા રાય આ ફિલ્મમાં તેની અગાઉની ફિલ્મની જેમ બેસ્ટ આપ્યું છે.. જ્યારે ફિલ્મની સ્ટોરી પર વધુ મહેનતની જરૂર હતી. ફિલ્મમાં મને સૌથી વધુ લોકેશન ગમ્યું અને કેમેરા વર્ક ફિલ્મનું બેસ્ટ લાગ્યું. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. – ઉમેશ ઘિયા, સેટેલાઈટ 
You might also like