પબ્લિક રિવ્યુઃ કપિલના કોમેડી શો જેવી મજા અા ફિલ્મમાં નથી  

કિસ કિસ કો પ્યાર કરું વિચાર્યું હતું એટલી દમદાર ફિલ્મ નથી. કપિલની એક્ટિંગ સારી છે પણ કોમેડી શો સામે તેની આ ફિલ્મ મને ઓછી પસંદ પડી. મૂવિમાં કોમેડી છે અને સિમ્પલ રોમેન્ટિક ફિલ્મ છે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.
– ધવલ ભટ્ટ, વેજલપુર. મને ફિલ્મમાં કપિલ શર્માના ડાયલોગ ગમ્યા, જેમ કપિલ શર્મા તેનો કોમેડી શો હોસ્ટ કરે છે તેમ તેની એક્ટિંગ આ ફિલ્માં સારી છે. બાકી અન્ય કલાકારોની એક્ટિંગ પણ ઠીક ઠાક  છે. હું કપિલ માટે ફિલ્મ જોવા આવ્યો હતો. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
– મીત પટેલ, નરોડા. કપિલ શર્માની તેના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં જેટલી મજા આવે છે એટલી મજા ફિલ્મમાં બિલકુલ નથી આવતી. સિમ્પલ રોમેન્ટિક અને કોમેડી સ્ટોરી છે. પણ હા કપિલની ડાયલોગની કોમેડીની સ્ટાઈલને કારણે  ફિલ્મ મને ગમી. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.
– બિંદિયા દવે, રાણીપ મને મૂવિ અંતમાં થોડી સમજાઈ નહિ બાકી ફિલ્મ કોમેડી અને એન્ટરટેનિંગ  છે. કપિલનો કિરદાર મને ખૂબ ગમ્યો તેમની સાથે અન્ય કલાકારોની ભૂમિકા પણ સારી છે. સૌથી વધુ મજા મૂવિ કપિલના સીન અને ડાયલોગ મનોરંજક છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
– આકાશ પટેલ, શ્યામલ.
You might also like