પંકજ અડવાણીએ ૧૩મો વિશ્વ ખિતાબ જીત્યો

કરાચીઃ ભારતીય ક્યૂ ખેલાડી પંકજ અડવાણીએ ગઈ કાલે વિશ્વ ૬-રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ પર કબજો જમાવતા પોતાની કરિયરનો ૧૩મો વિશ્વ ખિતાબ જીતી લીધો છે. ગત ચેમ્પિયન અડવાણીએ ખિતાબી મુકાબલામાં ચીનના યાન બિંગતાઓને ૬-૨થી હરાવ્યો હતો. બેંગલુરુના આ ખેલાડીઓ ફાઇનલમાં જોરદાર શરૂઆત કરતા બેસ્ટ ઓફ ૧૧ મુકાબલામાં ૩-૦ની સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ ચીની ખેલાડીએ પોતાનું ફોર્મ હાંસલ કરી લીધું અને પછીની બે ફ્રેમ જીતીને મેચમાં વાપસી કરી હતી. ત્યાર બાદ અડવાણીએ પછીની બે ફ્રેમમાં હરીફ ખેલાડીને એક પણ પોઇન્ટ મેળવવાનો મોકો નહીં આપીને મુકાબલામાં ૫-૨ની સરસાઈ મેળવી લીધી હતી. આઠમી ફ્રેમમાં બિંગતાઓએ ૨૮-૫ની સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ તે ફ્રેમ પોતાના નામે કરવાનું ચૂકી ગયો હતો અને અડવાણીએ તેની ભૂલનો ફાયદો ઉઠાવતા ગત વર્ષે મિશ્રમાં જીતેલા પોતાના ખિતાબનું સફળપૂર્વક રક્ષણ કર્યું હતું.

You might also like