નોકરીમાં મોટાભાગની રજાઓ તણાવને કારણે વધે છે- સરવે 

લંડનઃ જ્યારે ચેલેન્જીંગ બ કરવાની હોય ત્યારે કર્મચારીઅોને સોશિયલ સપોર્ટ અોછો મળતો હોય છે. અાવી નોકરીઅોથી કર્મચારીનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે. માનસિક સમસ્યાઅોને કારણે રજાઅોનું પ્રમાણ વધી જાય છે.

સ્વિડનના સંશોધકોનું કહેવું છે કે માનસિક ડિસઅોર્ડરને લઈને રજાઅોનું પ્રમાણ ઘટાડવું હોય તો કામના સ્થળે મનોસામાજિક સપોર્ટ મળવો જરૂરી છે. સંશોધકોઅે ૧૨૦૦૦ કર્મચારીઅો પર અભ્યાસ કરીને નોંધ્યું કે માંદગીના કારણે લેવાતી રજાઅોમાં ૮ ટકા કારણ માનસિક બીમારીનું હોય છે. મેન્ટલ હેલ્થના કારણે સિક લિવ લેનાર લોકોમાં પોણા ભાગની મહિલા હતી.

You might also like