નેલ્લોર નજીક ચાલુ ટ્રેનમાં મહિલા આઇપીએસને લૂંટી લેવાઇ

નેલ્લોર : સિકન્દરાબાદ – ગુંટૂર સિંહાપુરી એક્સપ્રેસમાં શનિવારે સવારે એક ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) મહિલા અધિકારીને ચાલતી ટ્રેને લૂંટી લેવામાં આવી. એક અજાણ્યા શખ્સે મહિલા અધિકારીને ચાકુની અણીએ લૂંટી લીધી હતી. આ ઘટનામાં મહિલા અધિકારીને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. 

પોલીસ સુત્રોએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશનાં હૈદરાબાદમાં રાજ્ય પોલીસ એકેડેમીમાં રહેલા આઇપીએસ અધિકારી એ.એન રત્ના સિકંદરાબાદથી ટ્રેનમાં બેઠા હતા. ટ્રેન જ્યારે નેલ્લોર જિલ્લાનાં એક ગામમાંથી પસાર થઇ રહી હતી જ્યારે એક બદમાશે તેમની સાથે લુંટફાટ ચાલુ કરી દીધી હતી. વિરોધ કરતા તે ગુંડાઓ મહિલા સાથે મારામારી કરી હતી. તેને ગુંટુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજકીય રેલ્વે પોલીસે કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. 

You might also like