નેપાળ નહી બને હિંન્દુ રાષ્ટ્ર : સંવિધાન સભામાં થયો વિરોધ

કાઠમાંડુ : સંવિધાન સભાએ નેપાળને બીજી વખત હિંદૂ રાષ્ટ્ર જાહેર કરવાની માંગને સોમવારે થયેલા મતદાનમાં ફગાવી દીધુ હતું. આ નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકોને પોલીસ સાથે ધર્ષણ પણ થયું હતું. આ બબાલમાં ઘણા મોટા પાયે લોકો ઘાયલ થયા હોવાનાં અહેવાલો છે. રાજાશાહી દરમિયાન નેપાળ ઘણી સદીઓ સુધી હિંદુ રાષ્ટ્ર રહ્યું હતું, પરંતુ 2006માં રાજાશાહીનો અંત આવ્યા બાદ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર બની ગયું હતું. નવા સંવિધાન અંગે રવિવારથી ચાલુ થયેલા મતદાનમાં એકત્રીતીયાંશ કરતા પણ વધારે સભ્યોએ નેપાળને ફરીથી હિંદુ રાષ્ટ્ર બનાવવાનો વિરોધ કર્યો હતો અને મતદાન કર્યું હતું. 

સંવિધાન સભામાં આ પ્રસ્તાવ નેપાળની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ રજુ કર્યો હતો. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું અને તે ઇચ્છે છે કે નેપાળ ફરીથી હિંદુ રાષ્ટ્ર બની જાય. જો કે પ્રસ્તાવ પાસ થવા માટે બે ત્રિતિયાંશ સભ્યોનું સમર્થન હોવું જરૂરી હતુ પરંતુ તેનાંથી ઉલ્ટું થવાનાં કારણે પ્રસ્તાવ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. 

હિંદુ બહુમતી વિસ્તારોમાં મોટા ભાગની વસ્તીમાં નેપાળનાં રાજા હિંદુ દેવતા વિષ્ણુંનો અવતાર માનવામાં આવતો હતો. સોમવારે આવેલા સંવિધાન સભાનાં નિર્ણય બાદ સેંકડો હિંદુ સમર્થકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. આ દરમિયાન એસેમ્બલી હોલની બહાર પોલીસે તેમને રોકવા માટેવોટર કેનન ચલાવ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં નવા સંવિધાનને લાગુ કરવાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે. પ્રસ્તાવિત સંવિધાનનાં સંશોધિન અંગે એક એક અનુચ્છેદ અને કલમ પર મંત્રણા પુરી થઇ ચુકી છે. ત્રણ સૌથી મોટી પાર્ટીઓનાં નેતાઓએ આ અંગે સંવિધાનસભામાં પોતાના મંતવ્યો મુક્યા હતા. 

You might also like