નેપાળ : કુદરત રૂઠી તો ટેક્નોલોજી આવી વહારે

કાઠમાંડૂ : નેપાળણાં ભીષણ ભૂકંપથી 900થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા બાદ હવે મોટા ભાગનાં લોકો પોતાનાં ગુમ થયેલા સ્વજનોને શોધી રહ્યા છે. નેપાળ પર હાલ કૂદરત રૂઠી છે ત્યારે ટેકનોલોજી તેમની વહારે આવી છે. ગૂગલ દ્વારા પર્સન ફાઇન્ડર નામની એપ લોન્ચ કરાઇ છે. જ્યારે બીજી તરફ બીએસએનએલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નેપાળમાં આગામી 3 દિવસ સુધી થનાર દરેક ફોન પર ISD દર નહી વસુલવામાં આવે. આગામી ત્રણ દિવસ સુધી નેપાળમાં થનાર દરેક ફોન પર લોકલ ફોન જેટલો જ ચાર્જ વસુલવામાં આવશે.

તો બીજી તરફ સર્ચ એન્જિન ગૂગલ દ્વારા મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા અનોખી પર્સન ફાઇન્ડર સર્વિસ લોન્ચ કરવામાં આવી છે.  આ ફાઇન્ડર દ્વારા ગુમ થયેલા લોકોની માહિતી મેળવી અથવા આપી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે નેપાળણાં 7.9ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં સેંકડો મોત ઉપરાંત લાખો લોકો ગુમ થઇ ગયા છે. ગૂગલે પોતાની આ સર્વિસ ગુમ થયેલા લોકો માટે જ લોન્ચ કરી છે. આ સર્વિસ ટૂ વે છે. આમા યૂઝર જ કોઇ અંગે માહિતી શેર કરે છે. જે ગૂગલનાં સર્વરમાં સેવ થાય છે અને જો કોઇ વ્યક્તિ તે નામ અથવા તેની આસપાસનું નામ સર્ચ કરે છે તો તેની માહિતી તે વ્યક્તિને મળે છે. 

કઇ રીતે કરવો ઉપયોગગૂગલના પર્સન ફાઇન્ડર સર્વિસ પર માહિતી મેળવવા અથવા શેર કરવું ખુબ જ સરળ છે. યૂઝરને  google.org/personfinder/2015-nepal-earthquake  લિંક પર જવાનું છે. જો તમારી પાસે કોઇ પીડિત અંગેની માહિતી હોય ડાબી બાજુ આપેલા લીલા બોક્સમાં ડિટેઇલ નાખો. અને જો તમારે કોઇ વ્યક્તિની ભાળ મેળવવી હોય તો સર્ચ બોક્સમાં તેનુ નામ નાખી સર્ચ કરી શકો છે. 

(જો તમે માહિતી મેળવવા માંગતા હો તો એપમાં સર્ચ કરી શકો છો.)

(જો તમે કોઇ વ્યક્તિ અંગે માહિતી આપવા માંગો છો તો આપી શકો છો)

 

You might also like