નેતાની પસંદગી માટે કબ્રસ્તાન પહોંચ્યા લોકો!

બેંગલુરૂ: શનિવારે અહીં યોજાયેલ મહાનગરપાલિકા ચૂંટણીમાં ઘણી રોચક વસ્તુ જોવા મળી. આ સ્થાનિક ચૂંટણીમાં ડૉકટર અને એન્જિનીયરથી લઇ દુધ વેચનાર પણ ઉમેદવાર તરીકે જોવા મળ્યો. ત્યારબાદ એક અજીબોગરીબ પોલિંગ બૂથ જોવા મળ્યું. કોઇપણ મતદાર મત આપવા ઉત્સાહી હોય પરંતુ કબ્રસ્તાનમાં પોલિંગબૂથ જોઇને એક વાર મત આપવા જવાનું તો વિચારે જ. બેંગલુરૂના ચંપારાપેટમાં કબ્રસ્તાનની અંદર પોલિંગબૂથ બનાવામાં આવ્યું હતું. અહિંયા મત આપવા આવનાર વ્યક્તિ પોતાના મોં પર રૂમાલ અથવા અન્ય કપડું રાખી તેમના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યાં. પોલિંગબૂથમાં રહેલ સ્ટાફ પાસે પણ કોઇ બીજો રસ્તો હતો નહીં. એવામાં આ પોલિંગબૂથ પર 1108 મતદારોની સંખ્યામાંથી 370 મતદારોએ પોતાનો મતનો ઉપયોગ કર્યો. બેંગલુરૂ મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કોઇ મોટી વાત નથી, આ અગાઉ લોકસભા-2014ની ચૂંટણીમાં આ જ કબ્રસ્તાનમાં પોલિંગબૂથ બનાવામાં આવ્યું હતું. 

You might also like