નેતાજીની કેન્દ્ર હસ્તક ફાઇલો જાહેર કરવા અંગે SC સુનવણી નહી કરે

નવી દિલ્હી : નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી કેન્દ્રની દેખરેખમાં પડેલી ગુપ્ત ફાઇલોને જાહેર કરવાની માંગવાળી અરજી અંગે સુપ્રીમ કોર્ટે સુનવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા ગૃહમંત્રાલય, મુખ્ય સચિવ અને વડાપ્રધાન કાર્યાલયે પોતાનો પક્ષ લઇને સામે આવવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા નેતજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી 64 ગુપ્ત ફાઇલોને જાહેર કરવામાં આવ્યા બાદ આ અરજી સુપ્રીમ કોર્ટની સમક્ષ મુકવામાં આવી હતી. કોંગ્રેસ અને મમતા બેનર્જી સરકારે પણ માંગ કરી છે કે કેન્દ્રને નેતાજી અંગેની તમામ ગુપ્ત ફાઇલો જાહેર કરી દેવી જોઇએ. 

મમતા બેનર્જી સરકારે પોતાની પાસે હાજર સ્વતંત્રતા સંગ્રામનાં મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવન અંગે 64 ગુપ્ત ફાઇલો શુક્રવારે જાહેર કરી હતી. તેમાં 55 ફાઇલો કોલકાતા પોલીસ અને 9 ઇન્ટેલીજન્સ બ્યૂરો (આઇબી)પાસે પાસે હતી. આ ફાઇલોમાં 12,744 પેજ હતા. 

આ સાથે એકવાર ફરી સવાલ પેદા થયો છે કે શું 18,ઓગષ્ટ 1945નાં રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મોત નહોતું થયું કારણ કે બંગાળ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ફાઇલોમાં વિમાન દુર્ઘટનામાં નેતાજીનાં મૃત્યુ અંગેની અધિકારીક પૃષ્ટી નથી કરવામાં આવેલી

You might also like