Categories: News

નેતાજીએ બનાવી હતી પ્રથમ સરકારઃ ૧૧ દેશોએ આપ્યું હતુ સમર્થન

નવી દિલ્હી : RSS દ્વારા નેતાજીના ગાયબ થવાની ઘટનાને તમામ કાવત્રાનું મુળ ગણાવવામાં આવ્યું છે. સંઘે મોદી સરકારને નેતાજીનાં રહસ્ય પરથી પર્દો ઉઠાવવા માટેનું સાહસી પગલું ભરવાની અપીલ કરી છે. આરએસએસનાં મુખ પત્ર ઓર્ગેનાઇઝરમાં “Mother of all conspiracies” શીર્ષક સાથે પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું છે, કે આ પ્રકારનાં ઘણા કાવત્રાનાં તાર નહેરૂગાંધી પરિવારને અડે છે પરંતુ નેતાજીનો કિસ્સો આ તમામ કાવત્રાનું મુલ સાબિત થઇ રહ્યું છે. 

આ લેખમાં લખવામાં આવ્યું છે કે, નેતાજીનાં મૃત્યુંનું રહસ્ય પરથી જો મોદી સરકાર પર્દો નહી ઉચકે તો ત્યાર બાદ આ કામ કોઇ નહી કરી શકે અને નેતાજીનું મૃત્યુ હંમેશા માટે એક રહસ્ય બની જશે. આ લેખ નેતાજી સંબંધિત દસ્તાવેજો બંગાળ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ પ્રકાશિત થયો છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ડોક્યુમેન્ટનાં આધારે સ્પષ્ટ થાય છે કે નેતાજીનાં પરિવારની જાસુસી કરવામાં આવી.

(તમામ કાવત્રાઓનું મુળ નામથી ઓર્ગેનાઇઝરમાં પ્રકાશિત થયેલો લેખ)

લેખમાં માંગ કરવામાં આવી કે નેતાજીનાં મૃત્યુ અંગે હવે સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ. આ લેખમાં જણાવાયું કે નેતાજી પોતાનાં ક્રાંતિકારી વિચારો, ઉત્સાહ અને પોતાનાં આંતરરાષ્ટ્રીય કદનાં કારણે લોકોમાં ખુબ જ લોકપ્રિય હતા. તે નેહરૂ કરતા પણ લોકોમાં વધારે લોકપ્રિયા હતા. 

(નેતાજીનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે નેહરૂ કરતા અનેક ગણુ વિરાટ હતુ જે નહેરૂને ખટકતું)

લેખમાં સવાલ કરવામાં આવ્યો કે નેતાજી અને આઇએનએને મળેલા નાણા ક્યાં ગયા. નેતાજી સિંગાપુર લોર્ડ માઉન્ટ બેટનનાં અનુરોધનાં કારણે ગયા અને બેંકના અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી.પરંતુ આ મુલાકાતો અંગે હજી પણ રહસ્યા અકબંધ છે. આ નાણાની પણ ભાળ મેળવવી જોઇએ. એટલું જ નહી નેતાજીએ ભારતની પ્રથમ સરકાર બનાવી હતી.જેને 11 દેશોએ માન્યતા આપી હતી. જો કે દુર્ભાગ્યથી આ ઇતિહાસને સ્વતંત્ર બાદનાં નેતૃત્વએ તેને છેદ ઉડાડી દીધો. એક મહામાનવની સ્મૃતિને સાવ ધુંધળી કરી દેવામાં આવી. 

admin

Recent Posts

રાજપથના બોગસ સભ્યપદ કૌભાંડમાં ફક્ત ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…

20 hours ago

CBSE બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…

21 hours ago

સ્વાઈન ફ્લૂથી શહેરીજનોને બચાવવા મ્યુનિ. હવે ઉકાળા પીવડાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…

21 hours ago

પાકિસ્તાને મોટી ભૂલ કરી છે, તેમણે કિંમત ચૂકવવી પડશેઃ નરેન્દ્ર મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…

21 hours ago

ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને સમજવાની નિષ્ફળતા કે પછી ચૂક?

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…

21 hours ago

પુલવામામાં બાદ શોપિયામાં પોલીસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…

21 hours ago