નેતાજીએ ઝેક ગણરાજયની મહિલા સાથે લગ્ન કર્યા હતા!

નવી દિલ્હી : નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલી લગભગ ૧૩ હજાર પાનાની ૬૪ ફાઈલો પશ્ચિમ બંગાળ સરકારે તાજેતરમાં પ્રજા માટે જાહેર કરી હતી. મીડિયા અહેવાલ મુજબ આ ફાઈલો પૈકી એક ફાઈલમાં નોંધાયેલા ગુપ્તચર અહેવાથી જાણવા મળે છે. કે નેતાજીનું મૃત્યુ કોઈ વિમાન દુર્ઘટનામાં થયું નહોતું. આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે નેતાજીએ ચેકોસ્લોવાકિયાની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ મહિલાથી તેમને એક પુત્રી પણ હતી. જેનું નામ ‘નીમા’ હોવાનું કહેવાય છે.

જો કેે, હાવર્ડ યુનિવર્સિટીમાં ઈતિહાસના પ્રોફેસર અને નેતાજીના સંબંધી સૌગત બોઝે અહેવાલમાં કરાયેલા દાવાને બકવાસ ગણાવ્યો હતો.વધુમાં અન્ય એક નિષ્ણાતે પણ આ રિપોર્ટને નિરર્થક ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નેતાજી વિશે અત્યાર સુધી એવું જ જાહેર થતું રહ્યું છે કે તેમણે એમિલી કોંકલ સાથે લગ્ન કર્યા હતા અને તેમને અનિતા નામે એક પુત્રી છે.

નેતાજીના એક મહિલા સાથે લગ્ન અને એક પુત્રી નીમાનો ઉલ્લેખ જાહેર કરવામાં આવેલી ફાઈલ નં. ૪૩ના પાના નં. ૧૯૮ પર એક નોંધમાં છે. તેના પર ૧૨ મે, ૧૯૪૮ની તારીખ નોંધાયેલી છે કોલકાતાના ડેપ્યૂટી પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાંચ)એ સીઆઈડીસી, આઈ.જી અને આઈ.બીના નિર્દેશકને એક ખાનગી રિપોર્ટ મોકલ્યો હતો. તેમાં લખાયું હતું કે એવી માહિતી મળી છે કે અરવિંદો બોઝ (નેતાજીનો ભત્રીજો) ૧૯૪૭માં સ્ટુડન્ટસ કોન્ફરન્સમાં ભાગ લેવા પ્રાગ ગયા હતા. ત્યાં અરવિંદોની મુલાકાત ચેકોસ્લોવાકિયાની એક મહિલા સાથે થઈ હતી આ મહિલાએ નેતાજી નેતાજી દ્વારા લખવામાં આવેલી ત્રણ નોંધ અરવિંદોને આપી હતી. આ નોંધના અંત ભાગમાં ક્રિપ્સ મિશનનો ઉલ્લેખ છે.

કોઈ ગુપ્તચર અધિકારી દ્વારા લવાયેવી આ નોંધમાં એવું પણ લખાયું છે કે આ મહિલાએ અરવિંદોને નેતાજી દ્વારા હસ્તલિખિત કેટલાંક લેખો પણ સોૅપ્યા હતા. મહિલાએ અરવિંદોને કહ્યું હતું કે, આ દસ્તાવેજોને બે ભાગમાં પ્રસિધ્ધ કરી શકાશે પરંતુ ત્રીજો ભાગ પ્રસિધ્ધ કરવો નહીં. આ ત્રીજા ભાગમાં લખવામાં આવ્યું છે કે નેતાજીનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું નહોતું. અત્યાર સુધી જે જણાવાયું છે તેમ તેમાં લખાયું છે કે એવી પણ ખબર પડી છે કે, જે ચેક મહિલાની અરવિંદો સાથે મુલાકાત થઈ હતી તેની સાથે નેતાજીએ યુરોપના પ્રવાસ દરમ્યાન લગ્ન કર્યા હતા. આ બંનેની એક પુત્રી પણ છે જેનું નામ નીમા છે.ઉલ્લેખનીય છે કે વર્ષો સુધી પોલીસના તથા સરકારી લોકરોમાં છૂપાવીને રખાયેલી કુલ ૧૨૭૪૪ પાનાની ૬૪ ફાઈલો બોઝના પરિવારના સભ્યોની હાજરીમાં દર્શાવવામાં આવી હતી.

You might also like