નીતીશ વિશ્વાસઘાતી, વિકાસની વિરુદ્ધમાં કરે છે કામ : મુલાયમ

ભભુઆ : સમાજવાદી પાર્ટીનાં સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે પણ કહ્યું કે નીતીશ કુમાર વિશ્વાસધાતી છે. તેનાં કારણે જ બિહારનાં એન્ટી કોંગ્રેસ તથા એન્ટી ભાજપ ગઠબંધન થઇ શકે તેમ નથી. મુલાયમે આ વાતો આજે બિહાર વિધાનસભા ચૂંટણીનાં બીજા ચરણનનાં ચૂંટણી પ્રચારની શરૂઆતમાં કરી હતી. ભભુઆમાં તેઓએ આ રેલી હતી. ઉત્તર પ્રદેશનાં પૂર્વમુખ્યમંત્રી અને સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે આજે ભભુઆમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે જો તેમનું ગઠબંધ સતામાં આવશે તો બિહારનો વિકાસ ઉત્તર પ્રદેશની જેમ કરશે.  તેમણે કહ્યું કે જે પણ પાર્ટી બિહારનાં વિકાસને દિશા આપશે તેઓ તે પાર્ટીનું સમર્થન કરશે. 

મુલાયમે નીતીશ કુમારની આલોચનાં કરતા કહ્યું કે તે વિશ્વાસધાતી છે. તેનાં અભિયાનનાં કારણે જ બિહારમાં તથા ભાજપ અને એન્ટી કોંગ્રેસ મહાગઠબંધન બનવું શક્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે નીતીશ કુમારે 12 વર્ષ ભાજપની સાથે રહીને ભાજપને મજબુત કર્યું. આજે તે બિહારનાં વિકાસને પાછો લઇ જનારી કોંગ્રેસ પાર્ટીનાં ખોળામાં બેસી ગયા છે. 

મુલાયમે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં વિકાસનાં નવા દરવાજા ખોલ્યા છે. રાજ્યનો ચોતરફી વિકાસ થઇ રહ્યો છે. ગ્રામીણ ક્ષેત્રોની સાથે જ શહેરી વિસ્તારો પણ વિકસી રહ્યા છે. જો બિહારમાં પણ સમાજવાદી પાર્ટી પર જનતા ભરોસો કરવાનું ચાલુ કરશે અને આ ચૂંટણીમાં પણ તક આપશે તો બિહારનાં વિકાસની ગેરેન્ટી આપે છે. 

You might also like