નીતીશ પોતાની જાતને બિહાર સમજવાની ભુલ ન કરે

પટના : રાજદ – જદયુ કોંગ્રેસનાં મહાગઠબંધનની સ્વાભિમાન રેલી બાદ ભાજપે વળતો હૂમલો કર્યો હતો. કેન્દ્રી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે નીતીશ પોતાની જાતને બિહાર સમજવાની ભુલ કરી રહ્યા છે. તેઓ બિહારની પરંપરાનું અપમાન કરી રહ્યા છે.

રવિશંકરે કહ્યું કે આખી દુનિયા જોઇ રહી છે કે પાકિસ્તાન સામે અમે અમારો પક્ષ કઇ રીતે મુક્યો છે. સૈનિકોને સંપુર્ણ છુટ આપવામાં આવી છે. રાહુલ ગાંધી થોડા દિવસો પહેલા કાશ્મીર ગયા ત્યાંથી દેશને સવાલ પુછી રહ્યા હતા. નીતીશ કુમારની હરકતોથી આજે બિહારીઓ દુખી છે. 

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે નીતીશજીએ આજે સોનિયાજીનો હાથ પકડી લીધો. દેવનાથ બેરુઆ તે સમયે કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ હતા. તેમણે ઇન્દિકા માટે કહ્યું હતું કે હું ઇન્દિરા છું અને હું જ ભારત છું. તેવું જ નીતીશ કુમાર કહી રહ્યા છે કે હું નીતીશ છું અને હું જ બિહાર છું.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે નીતીશ કુમારજી તમે બિહારની પરંપરા ન હોઇ શકો. ગુજરાતની જનતા કલેક્શન કરીને પાંચ કરોડ રૂપિયા અને માલગાડી દ્વારામોકલેલ સામાન તમે પર મોકલી દો છો, આ બિહારની પરંપરા નથી. 

You might also like