નીતીશનાં એક ખભે ભ્રષ્ટાચાર તો બીજા ખભે જંગલરાજ : અમિતશાહ

ભાગલપુર : ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પિપરૈતીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા મુખ્યમંત્રી નીતીશ કુમાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મહાગઠબંધન પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે નીતીશનાં એક ખભા પર ભ્રષ્ટાચાર છે તો બીજા ખભા પર જંગલરાજ. બિહારમાં બિહારી જ શાસન કરશે, પણ તે એનડીએનો સભ્ય હશે.તેમણે કહ્યું કે બિહારમાં એક સારી સરકાર જ બધુ નથી.

વિકાસ માટે અહીં એનડીએની સરકાર બનાવવું જરૂરી છે. અનામતનાં મુદ્દે પણ ભાજપ અધ્યક્ષે પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતું. શાહે કહ્યું કે નીતીશ કુમાર લોકોની વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છેકે ભાજપ અનામત વિરોધી છે. નીતીશ સત્તા માટે ખોટુ બોલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા અનામતની સમર્થક રહી છે. કાર્યકર્તાઓ એનડીએનાં તમામ સભ્યોને જીતાડવા માટે આગળ આવે. અમિત શાહે કહ્યું કે નીતીશ કુમાર અહંકારી મુખ્યમંત્રી છે. નીતીશને બસ એક મુદ્દો જોઇએ.

નીતીશ સત્તા માટે અસત્ય બોલી રહ્યા છે. પરંતુ જો બિહારમાં ફરી એક વખત નીતીશની સરકાર આવશે તો જંગલરાજ પાર્ટ-2 જોવા મળશે. અમિત શાહે નીતીશનાં શાસનકાળમાં થયેલા નરસંહારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. નક્કી સમય કરતા લગભગ એક કલાક મોડા પહોંચેલા અમિત શાહે અકધા કલાક સુધી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. 

You might also like