નિફ્ટી ૮૪૦૦ને પારઃ સેન્સેક્સ ૨૭,૭૦૦ની ઉપર

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં જોવાયેલા સુધારા તથા સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારો દ્વારા જોવાયેલી ખરીદીના સપોર્ટે આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. 

સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૫ ટકાનો સુધારો નોંધાયો હતો. નિફ્ટી ૬૦ પોઇન્ટના સુધારે ૮૪૦૦ની સપાટીને પાર ૮૪૩૫, જ્યારે સેન્સેક્સ ૨૧૦ પોઇન્ટના સુધારે ૨૭,૭૭૩ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવાયો છે. 

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા હાલ વ્યાજના દરમાં કોઇ જ ફેરફાર કરવાનો નિર્ણય નહીં કરતાં વૈશ્વિક શેરબજારમાં સુધારા તરફી ચાલ નોંધાઇ હતી. મિડકેપ સેક્ટર ઇન્ડેક્સમાં ૦.૫૦ ટકાના સુધારે ૧૩,૫૦૦, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૬ ટકાનાે સુધારો નોંધાયો હતો.

ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ૦.૨૫ ટકાથી ૦.૭૫ ટકા સુધીનો મજબૂત સુધારો નોંધાયો હતો, જોકે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં વેચવાલી નોંધાઇ હતી. આજે શરૂઆતે સિપ્લા, એચડીએફસી, ભારતી એરટેલ કંપનીના શેર્સમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ઇન્ફોસિસમાં ૦.૭૦ ટકા, ગેઇલમાં ૦.૬૩ ટકાની નરમાઇ નોંધાઇ હતી.

You might also like