નિફટીએ ૮૬૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદઃ સપ્તાહની શરૂઆત પોઝિટિવ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૧૨૫ પોઈન્ટના સુધારે ૨૮,૩૬૨ જ્યારે એનએસઈ નિફ્ટી ૩૯ પોઈન્ટના સુધારે ૮૬૦૪ પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો.

આજે શરૂઆતે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર્સમાં પણ મજબૂત ઉછાળો નોંધાયો હતો. મિડકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકાના સુધારે ૧૪,૨૦૦ જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩ ટકાના સુધારે ૧૨,૧૫૦ની સપાટીની નજીક પહોંચી ગયો છે. આ જ શરૂઆતે ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, ફાર્માસ્યુટિકલ, આઈટી અને રિયલ્ટી સેક્ટરના શેર્સમાં જોરદાર ખરીદી નોંધાઈ હતી. આ સેક્ટરમાં ૦.૫૦ ટકાથી ૦.૭૫ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.

ટાટા પાવર, એસબીઆઈ, હિન્દાલ્કો, પાવર ગ્રીડ, બજાજ ઓટો, ટીસીએસ, ઈન્ફોસિસ કંપનીના શેર્સમાં બે ટકાથી વધુનો મજબૂત સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ કોલ ઈન્ડિયા, આઈટીસી અને આઈસીઆઈસીઆઈ કંપનીના શેર્સમાં ૧.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

You might also like