નાસિક, ત્ર્યંબકેશ્વરમાં બીજા શાહી સ્નાનમાં લાખો ઉમટ્યા

નાસિક : નાસિક કુંભમાં આજે બીજા શાહી સ્નાનના દિવસે પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શાંતિપૂર્ણરીતે શાહી સ્નાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઇ હતી. નિરંજની અખાડા અને જુના અખાડા સહિત તમામ અખાડાના સંતોએ સૌથી પહેલા પવિત્ર ડુબકી લગાવી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓ પણ અમટી પડ્યા હતા. અખાડાના શાહી સ્નાન ખતમ થયા બાદ સામાન્ય લોકોને તક આપવામાં આવી હતી.

ત્રયંબકેશ્વરમાં શાહી સ્નાની પ્રક્રિયા સવારે વહેલી પરોઢે ચાર વાગ્યા સુધી શરૂ ગઇ હતી. જ્યારે નાસિકમાં આની શરૂઆત સવારે છ વાગે થઇ હતી. કુંભ મેળાના દરમિયાન ગોદાવરીના કિનારે શાહી સ્નાન માટે નાસિક શહેર અને ત્રંયબકેશ્વરમાં પહેલાથી જ તમામ તૈયારી કરી લેવામાં આવી હતી. સવારે તપોવનથી રામ કુડ સુધી શાહી યાત્રા નિકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં મહંત, ત્રણ વૈષણવ અખાડા,નિર્મોહી, નિર્વાણી અને દિગ્બરના સંતો સામેલ થયા હતા.

જ્યારે ત્રંયબકેશ્વરમાં પણ ૧૦થી વધુ અખાડાના લોકોએ આવી જ યાત્રા કાઢી હતી. શાહી સ્નાનની વિધી મોડી રાત સુધી ચાલનાર છે. બીજા શાહી સ્નાનને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ શાહી સ્નાનની પ્રક્રિયા ૨૯મી ઓગષ્ટના દિવસે યોજાઇ હતી. હવે ત્રીજા શાહી સ્નાનની પ્રક્રિયા ૧૮મી સપ્ટેમ્બરના દિવસે યોજાશે. નાસિકમાં હાલમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભ મેળામાં  શ્રાવણ  પુર્ણિમાના પ્રથમ શાહી સ્નાનને લઇને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

આશરે એક કરોડ લોકો પહોચ્યા હતા. દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામા લોકો પહોંચ્યા હતા. શાહી સ્નાન પહેલા નાસિક અને આસપાસના વિસ્તારોમાં લાખો લોકો ભેગા થયા હતા. વહેલી પરોઢે ૪.૧૬ વાગે બ્રહ્મમુહૂર્તમાં ગોદાવરી નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું.  કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર  દ્વારા તમામ પગલા લેવામાં આવ્યા છે.હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટિએ આ દર ૧૨ વર્ષમાં આયોજિત કરવામાં આવે છે.

દેશના તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ૧૪મી જુલાઇના દિવસે કુંભ મેળાની મંગળ શરૂઆત થઇ હતી. કુભ મેળો હવે ૨૫મી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. આશરે અઢી મહિના સુધી ચાલનાર આ મેળામાં પાંચ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં સઘન સુરક્ષા માટે આશરે ૧૫ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોની સુવિધા માટે નવા માર્ગોનુ નિર્માણ પણ કર્યુ છે.વહીવટીતંત્રે સાધુ સંતો માટે નાસિકમાં તપોવનની નજીક અઢી સૌ એકર જમીનમાં અને ત્ર્યબંકેશ્વરમાં નીલગીરીના તરાઇમાં આટલી જ જગ્યાએ સાધુગ્રામની રચના કરી છે. જુદા જુદા અખાડાની વાત કરવામાં આવે તો જુના અખાડા, અટલ અખાડા, અગ્નિ અખાડા, નિરંજની અકાડા, તપોનિધી અકાડા, ઉદાસીન અખાડા, નિર્મલ પંચાયતી અખાડા, બડા ઉદાસીન અખાડાનો સમાવેશ થાય છે. 

  ઇમરજન્સી સ્થિતીમાં ૨-૩ મિનિટમાં જ સંબંધિત ટીમ પહોંચી જાય તેવી તૈયારી કરવામાં આવી છે. નાસિક શહેરના છ અને સાધુગ્રામના ચાર અગ્નિશામક દળના વાહનો ૨૨ મુખ્ય માર્ગોમાં ૨૪ કલાક માટે ગોઠવી દેવામાં આવ્યા છે.

You might also like