નારાયણ સાંઈને કેટલીયે મહિલા સાથે શારીરિક સંબંધોઃ જાનકી

ઇન્દોરઃ રેપના આરોપી નારાયણ સાંઇ ઐયાશી, વ્યભિચારી અને સંતના નામે કલંક છે. તેણે કેટલીયે છોકરીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે એવો સનસનીખેજ આક્ષેપ ખુદ નારાયણ સાંઇની પત્ની જાનકીઅે જ કર્યો છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જાનકીએ પોતાના પતિ નારાયણ સાંઇનાં કાળાં કામનો પર્દાફાશ કર્યો હતો.

જાનકીએ ઇન્દોરની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ સંબંધિત રજૂઆત દરમિયાન એસપીને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં નારાયણ સાંઇ અને તેની ટોળકીએ કેસ પાછો ખેંચવાની ધમકી આપી હોવાથી પોતાના જીવને જોખમ છે એવી રજૂઆત કરીને સુરક્ષા આપવાની માગણી કરી છે.

નારાયણ સાંઇની પત્નીએ એક વર્ષ પહેલાં ઇન્દોરની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટેનો કેસ કર્યો હતો. આ ઉપરાંત તેણે ઘરેલુ હિંસાનો પણ કેસ કર્યો છે. આ કેસોની સુનાવણી તા.૩૦ સપ્ટેમ્બર અને ર૦ નવેમ્બરના રોજ છે.

ભરણપોષણ કેસની અરજીમાં જાનકીએ નારાયણના અનેક કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. જાનકી નારાયણે એવો આક્ષેપ કર્યો છે કે મને ભરણપોષણ નહીં આપતાં મેં કોર્ટમાં કેસ કર્યો છે. લગ્ન પછી મને ખબર પડી હતી કે તેને કેટલીયે બીજી મહિલાઓ સાથે શારીરિક સંબંધો છે. તેનું એક અનૌરસ બાળક પણ છે અને તેમ છતાં તે મને છૂટાછેડા આપતો નથી. લગ્ન સમયે મને બિલકુલ ખબર નહોતી કે તે સંતના સ્વાંગમાં વરુ છે. 

You might also like