નારાજ રાજ ઠાકરેઅે કૂતરાંઅોને ફાર્મ હાઉસ મોકલ્યાં

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેની પત્ની શર્મિલા પર તેના પાલતુ કૂતરાઅે હુમલો કરતાં રાજ ઠાકરે ખૂબ જ નારાજ થયા અને બોન્ડ તેમજ અન્ય બે ગ્રેટડેન કૂતરાઅોને કરજત ફાર્મ હાઉસ પર મોકલી દીધા છે.  

કૂતરાના હુમલાથી શર્મિલા ઠાકરેનો ચહેરો ખૂબ જ ખરાબ રીતે જખમી થઈ ગયો છે. ચહેરા પર એટલાં ઘેરા નિશાન છે કે તેમને હિંદુજા હોસ્પિટલમાં સર્જરી માટે જવું પડ્યું. ડોક્ટરોઅે કહ્યું કે શર્મિલાને ઠીક થવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર પડી શકે છે. શર્મિલાની સર્જરી પ્લાસ્ટિક સર્જન ડોક્ટર અનિલ ટીબરેવાલે કરી. શર્મિલાના ચહેરા પર ૬૫ ટાંકા અાવ્યા છે.

સૂત્રોઅે જણાવ્યું કે શર્મિલાની તબિયત હાલમાં સ્થિર છે. ત્રણ ગ્રેટડેન્સ કૂતરા બોન્ડ, જેમ્સ અને શાનને ફાર્મ હાઉસ મોકલી દેવાયાં છે. ઠાકરે ઇચ્છતા નથી કે ફરી કોઈપણ સમસ્યા ઊભી થાય. શર્મિલાને ત્રણથી ચાર દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે.  સૂત્રોનું કહેવું છે કે શર્મિલાઅે ભૂલમાંથી કૂતરા પર પગ મૂકી દીધો હતો. તેનું પરિણામ અે અાવ્યું કે કૂતરાઅે તેની પર હુમલો કર્યો. 

You might also like