નાની બચત સ્કીમ  વ્યાજમાં વધારો ઘટાડો નહી જ કરાય

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર નાની બચતની સ્કીમ પર વ્યાજદરને ઘટાડી દેવાના મુદ્દા પર સક્રિય વિચારણા કરી રહી છે પરંતુ તેમાં વધારે ઘટાડો કરાશે નહી. કારણ કે સરકારને એવી દહેશત સતાવી રહી છે કે કોઇ વધારે કાપ બચતના દરને નીચી સપાટી પર લઇ જવામાં ભૂમિકા અદા કરી શકે છે. પીપીએફ, નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટીઢન સ્કીમ અને સુકન્યા સમૃદ્ધી સ્કીમ જેવી નાની બચતની યોજના ૮.૭ ટકા અને નવ ટકાની આસપાસ વ્યાજ આપે છે.

હાલમાં જ એક અગ્રણી અગ્રેજી અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે થાપણમાં ઘટાડો કરવાના પાસા પર વિચારણા ચાલી રહી છે. જો કે આ હિલચાલ સરકારના બચત દરને વધારી દેવાના સરકારને પ્રયાસને પ્રતિકુળ અસર  કરી શકે છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે રેટને ઉલ્લેખનીયરીતે ઘટાડીને બેંક રેટની સમકક્ષ લાવવામાં આવશે નહી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર વ્યક્તિગત સ્કીમ પર વ્યાજદરની સમીક્ષા કરી રહી છે.

માર્કેટમાં માંગ અને દેખાવના આધાર પર તમામ બાબતો આગળ વધશે. હાલમાં આરબીઆઇ દ્વારા પોલીસી સમીક્ષા જારી કરતા રેપો રેટમાં અપેક્ષા કરતા વધારે એટલે કે ૫૦ બેઝિક પોઇન્ટનો ઘટાજો કર્યો હતો. આરબીઆઇએ રેટમાં ઘટાડો કર્યા  બાદ તમામ બેંકો પણ રેટમાં ઘટાડો કરી ચુકી છે. આના કારણે આંશિકરીતે સામાન્ય લોકોને રાહત થઇ છે. કારણ કે લોન વધારે સસ્તી થઇ છે.તહેવાર પહેલા આને મોટા નિર્ણય તરીકે જોવામાં આવે છે.  

You might also like