નવા રાણીપના રહીશોને હવે નર્મદાનાં નીર મળશે

અમદાવાદઃ નવા પશ્ચિમ ઝોનના કાળી વોર્ડમાં આવેલો નવા રાણીપ વિસ્તાર તાજેતરના વરસાદમાં રીતસરનો બેટમાં ફેરવાઈ ગયો હતો. હજારો લોકો ડ્રેનેજની સુવિધાના અભાવે હેરાન પરેશાન થઈ ગયા હતા. મ્યુનિ. તંત્રના આકરા વેરા ચૂકવતા નવા રાણીપના નાગરિકોને વર્ષો બાદ નર્મદાનું પીવાનું પાણી મળશે. કોર્પોરેશન દ્વારા નવા રાણીપમાં પાણી કે ગટરનું કોઈ જ પ્રકારનું નેટવર્ક તૈયાર કરાયું નથી! 

હવે આ વિસ્તારમાં જાસપુરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી નર્મદાનું પીવાનું પાણી પૂરું પડાશે. નવા રાણીપના આકાશ રેસિડેન્સી સામે વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેના કારણે નવા રાણીપની આશરે ૭૫,૦૦૦ વસતિને નર્મદાનું પાણી પૂરું પડાશે.

આમ તો નવા રાણીપનું વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન લાંબા સમયથી તૈયાર થઈને પડ્યું છે. સ્થાનિક નાગરિકોને તેનો અત્યાર સુધીમાં લાભ મળી જવો જોઈતો હતો પરંતુ આમાં પણ આઘાતજનક બાબત છે કે મ્યુનિ. તંત્રને હજુ સુધી ઉદ્ઘાટન માટે કોઈ ‘યોગ્ય’ મહાનુભાવ મળ્યા નથી! એટલે મહાનુભાવોની રાહમાં નવું નક્કોર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે!

નવા રાણીપ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન

નવી ટાંકીની ક્ષમતા૨૫.૪૧ લાખ લેગન પાણી

ક્રમાંક વિસ્તાર        આશરે બે ચોરસ કિ.મી.

અંદાજિત ખર્ચ              રૂ. ૧૬.૬૩ કરોડ

કયા વિસ્તારના રહીશોને નર્મદાનું પાણી મળશે- જીએસટી રેલવે ક્રોસિંગ, સુકુન સ્પાઈસ સિટી સુધીનો વિસ્તાર ખોડિયાર માતાજીના મંદિરથી             ચેનપુર ગામ તથા રેલવે ક્રોસિંગ સુધીનો વિસ્તાર તિરુપતિ સોસાયટી થઈ તળાવ આસપાનો વિસ્તાર તથા ઈન્દ્રપ્રસ્થ- નવ વાળા મુજબ રસ્તાથી ઋતુ બંગલોઝ રેલવે લાઈનસુધીનો સમગ્ર વિસ્તાર.

You might also like