નવા આઈપીઓમાં રિટર્ન મળવા અંગે સેવાતી આશંકા

અમદાવાદઃ પાછલા કેટલાક સમયથી સેકન્ડરી માર્કેટમાં જોવા મળેલા સુધારાના પગલે પ્રાઇમરી માર્કેટમાં પણ ઊંચું રિટર્ન મળવાના કારણે આઇપીઓ બજારમાં ગરમી આવી હતી, જોકે પાછલા થોડા સમય અગાઉ આવેલા આઇપીઓમાં પાવર મેક પ્રોજેક્ટમાં નિરાશાજનક રિટર્ન મળવાના કારણે હવે અન્ય આઇપીઓમાં પણ રિટર્ન મળવા અંગે શંકા પ્રવર્તી રહી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાવર મેક કંપનીના અપેક્ષા કરતાં નબળા લિસ્ટિંગના કારણે નવા આઇપીઓના ગ્રે માર્કેટમાં પણ ભાવ ધોવાઇ ગયા છે, જેમાં અગાઉ ૧૦થી ૧૫ ટકા પ્રિમિયમ સ્થાનિક બજારમાં બોલાતું હતું. આ આઇપીઓના ભાવ ગ્રે બજારમાં ધોવાણ થવાની સાથે કારોબાર પણ અડધા થઇ ગયા છે, જેમાં સદ્ભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રભાત ડેરી, નવકાર કોર્પોરેશન, પુષ્કર કેમિકલ્સ અને પેન્નાર એન્જિ. કંપનીના ગ્રે માર્કેટના ભાવ ઘટ્યા છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક શેરબજારોનો માહોલ ખરાબ છે તથા ગમે ત્યારે માર્કેટ ખરડાઇ શકે છે આવા સેન્ટિમેન્ટ પાછળ આઇપીઓ બજારને પણ સીધી અસર થઇ છે.
ઓગસ્ટમાં લિસ્ટેડ થયેલા આઈપીઓ
કંપનીનું નામ                  ઈશ્યૂ ભાવ       આજનો ભાવ
પાવર મેક                      રૂ. ૬૪૦            રૂ. ૬૧૩
સિન્જિન ઈન્ટરનેશનલ       રૂ. ૨૫૦            રૂ. ૩૨૫
આમ્રપાલી ફિનકેપ            રૂ. ૧૨૦             રૂ. ૧૨૦
You might also like