નવરાત્રિમાં વાહન ચલાવવું મોંઘું પડશે?

અમદાવાદઃ અંકુશમુક્ત પેટ્રોલના ભાવ પાછલા પખવાડિયે યથાવત્ રાખ્યા હતા તો બીજી બાજુ ડીઝલના ભાવમાં ૫૦ પૈસાનો વધારો જાહેર કરાયો હતો, જોકે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં જે રીતે લાલચોળ તેજી જોવા મળી રહી છે તે આ જોતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫૦ પૈસાથી ૧૦૦ પૈસા સુધીનો વધારો આવે તેવી મજબૂત શક્યતા છે. દરમિયાન ભાવવધારાને લઈને આ નવરાત્રિ તથા આગામી દશેરાએ નવું વાહન લેનારને ઇંધણ મોંઘું પડી શકે છે.વૈશ્વિક બજારમાં નાયમેક્સ ક્રૂડ ૦.૬૬ ટકાની તેજી સાથે ૪૭.૪૧ ડોલર પ્રતિબેરલની સપાટીએ કારોબારમાં જોવા મળી રહ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૦.૨૦ ટકાના સુધારે ૫૦ ડોલર પ્રતિબેરલની સપાટીએ કારોબારમાં છે તો બીજી બાજુ ડોલર સામે રૂપિયો પણ વધુ નબળો પડ્યો છે. રૂપિયો ૬૫ની સપાટીની નીચે ૧૩ પૈસાના સુધારે ૬૪.૮૮ની સપાટીએ આજે ખૂલ્યો હતો. આમ, ઓઇલ કંપનીઓની ખરીદ પડતર ઊંચી આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૦૦ પૈસા સુધીનો ભાવવધારો આવી શકે છે. જોકે જાણકારોના જણાવ્યા પ્રમાણે સામે બિહારની ચૂંટણી પણ છે તો સરકારના પ્રેશરે ઓઇલ કંપનીઓ ઊંચો ભાવવધારો કરવાનું ટાળે.
You might also like