નવરચના શાળાના વિદ્યાર્થીઓની આઇટી વિઝ અમદાવાદ આવૃત્તિમાં જીત

ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા આઇ ટી વિઝ હરીફાઇનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ હરીફાઇમાં નવરચના શાળાના સુજોય નિગમ અને સચીન અગ્રવાલ આ બંને વિદ્યાર્થીઓએ બાજી મારી હતી.ટીસીએસ આઇ ટી વિઝ દેશનાં ૧૫ સ્થળે યોજવામાં આવનાર છે.ત્યારે સુજોય અને સચીન હવે ફાઇનલ કોમ્પિટિશનમાં ગુજરાત તરફથી ભાગ લેશે.ફાઇનલ હરીફાઇ મુંબઇ ખાતે યોજાશે.

You might also like