નમઃ શિવાય'ના મંત્રથી ગુજરાતના શિવાલયો ગૂંજી ઉઠ્યા

અમદાવાદ : પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવ આરાધનાનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના તમામ શિવાલયોમાં શિવભક્તો બમબમ ભોલેના  મંત્રોથી ગુંજી ઉઠયાં હતાં.

શહેરના કાશી વિશ્વનાથ મંદિર  ખાતે શિવલિંગ પર દૂધ પાણી અભિષેક કરવા અને બિલ્વપત્ર ચઢાવવા શિવભક્તોની  લાંબી કતાર લાગી હતી.જ્યારે શહેરના નવનાથ શિવાલયો ખાતે શહેરની એક સંસ્થા દ્વારા  શિવભક્તોને બસ દ્વારા શિવઆરાધના કરવાનો લાભ આપ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી.

જ્યારે શહેરના તમામ શિવાલયોમાં  શિવભક્તો વિશેષ મહિલાઓ શિવલિંગ પર દૂધ પાણીનો અભિષક કરવા તથા વિશેષ બિલ્વપત્ર  મંત્રોચ્ચાર સાથે ચઢાવવા લાંબી લાંબી કતારો જોવ મળતી હતી જ્યારે શિવાલયોમાં સંધ્યાની મહાઆરતીમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો.

 

આજે પ્રથમ સોમવારના હોઈ શિવલિંગના વિશેષ ફૂલોના શણગારના દર્શનનો લાભ પણ લીધો હતો. જ્યારે કેટલાક શિવાલયોમાં ઘીના કમળ સહિતના દર્શનનો લાભ પણ શિવભક્તોએ લીધો હતો.

You might also like