નફો કરતાં પીએસયુ આઈપીઓ લાવશે

નવી દિલ્હીઃ સરકાર નફો કરતાં જાહેર ક્ષેત્રના એકમોને આઈપીઓ લાવવાનું કહી શકે છે. આવા પ્રોફિટ કરતાં જાહેર ક્ષેત્રના એકમો ખૂબ જ જલદીથી શેરબજારમાં એન્ટ્રી લઈ શકે છે. નાણા વિભાગમાં ખૂબ જ જલદીથી આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. જાહેર ક્ષેત્રના એકમોની મૂડી શેરબજારમાં લાવવાની સરકારની ગણતરી છે. જેના કારણે શેરબજારમાં વધુ સકારાત્મક ચાલ જોવાઈ શકે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જાહેર ક્ષેત્રમાં ૧૬૦ એકમોમાંથી હાલ માત્ર ૪૩ એકમો છે કે જે શેરબજારમાં લિસ્ટેડ છે. એવા કેટલાય એકમો છે કે જે પ્રોફિટ કરે છે. પરંતુ હજુ પણ આ કંપનીઓ શેરબજારથી દૂર છે. જેમાં ઓએનજીસી અને કોલ ઈન્ડિયાની સહાયક કંપનીઓ સામેલ છે.

You might also like