નકલી નાેટાે પર અંકુશ લાવવા ૫૦૦-૧૦૦૦ની નાેટમાં નવી સંખ્યા પ્રણાલી

નવી દિલ્હીઃ નકલી નાેટાે પર અંકુશ લાવવા  ૫૦૦ અને ૧૦૦૦ના દરની નાેટાેમાં નંબરીંગ પ્રણાલી અને સાત  નવા ફીચર સાથે નવી સંખ્યા પ્રણાલી અપનાવવામાં આવશે. ભારતીય રિઝર્વ બેન્કના સહાયક અેકમ, ભારતીય નાેટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અને સરકારી કંપની સિક્યોર‌િટી પ્રિન્ટીંગ અેન્ડ મિટીંગ કાેર્પાેરેશન, બંને નાેટમાં નવી સંખ્યા પ્રણાલીને લાગુ કરવા કામ કરશે. આ નવી સુરક્ષાવ્યવસ્થા આગામી મેથી માેટી કિંમતની નાેટાેમાં લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. ત્યારબાદ તેનાે અન્ય તમામ નાેટાેમાં વ્યાપ વધારવામાં આવશે.  આ અંગે સતાવાર સૂત્રાેઅે જણાવ્યું કે ભારતીય  રિઝર્વ બેન્ક  નાેટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ તથા ભારતીય પ્રતિભૂતિ મુદ્રણ તથા મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડે સંશાેધિત પેટર્ન શરૂ કરવા પગલાં લીધાં છે. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં ૫૦૦ અને ૧૦૦૦ના દરની નાેટાેને તેના દાયરામાં લાવવામાં આવશે. સરકારે સાત નવા સુરક્ષા ફીચરને પણ મંજૂરી આપી દીધી છે. જાેકે હજુ તેની પૂરતી વિગતાે મળી નથી. રિઝર્વ બેન્કે તમામ બેન્કાેને જણાવ્યું છે કે તે પાેતાના કાઉન્ટર પર પકડાતી બનાવટી નાેટાેને તાત્કાલિક કબજે કરે.
You might also like