ધોની માટે કરો યા મરો સાબિત થશે દ. આફ્રિકાની સિરિઝ

નવી દિલ્હી: પોતાના વિશ્વાસુ ખેલાડીઓના સહારે ધોની પોતાના જીવનની સૌથી મહત્વપૂર્ણ સિરિજ રમવા આવતા મહિને મેદાનમાં ઉતરશે. ધોનીએ ટેસ્ટમાંથી સંન્યાસ લીધો હોવાથી નાના ફોર્મેટમાં સફળતા મેળવવાનો પડકાર તેના પર વધુ રહેશે. ધોની માટે મુશ્કેલીઓની શરૂઆત ૨૦૧૫ના વન ડે વિશ્વકપમાં તાજ ન બચાવી શકવાથી શરૂ થઇ છે. ત્યાર બાદ બાંગ્લાદેશ સામેની વન ડે સિરિજમાં મળેલી હાર તેના ચાહકો આજે પણ ભૂલી શક્યા નથી. આ ઉપરાંત ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલીની ટીમને શ્રીલંકા સામે મળેલી જીત મહત્વની છે.
જો ધોની દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ અને વન ડે સિરિજમાં કપ્તાન તરીકે અને બેટ્સમેન તરીકે સફળ નહીં થાય તો કોહલીને દરેક ફોર્મેટમાં કપ્તાન બનાવવાની માગણી જોર પકડી શકે છે. ધોનીએ પોતે સ્વિકાર્યું છે કે વિરાટ કોહલી એક શાનદાર કપ્તાન છે. છેલ્લા એક વર્ષમાં ધોનીના બેટે કોઇ વિશેષ ચમક બતાવી નથી કે જેનાથી તેનું દબાણ વધી શકે. છેલ્લા ૧૨ મહિનાના પ્રદર્શનમાં ૧૫ મેચમાં ૪૨.૮૦ની એવરેજથી ધોનીએ ૪૨૮ રન બનાવ્યા છે. જેમાં કોઇ શતક બન્યું નથી. ધોની છેલ્લા ત્રણ મહિનાથી ક્રિકેટથી દૂર છે. જો કે તેણે ભારતીય લશ્કર સાથે કેટલોક સમય પસાર કર્યો છે. પરંતુ ક્રિકેટથી દૂર રહેતા તેની રમત પર કેટલી અસર પડી તે તો આગામી વન ડે સિરિજમાં ખબર પડશે. આ ઉપરાંત આગામી વર્ષે રમાનાર ટી-૨૦ વિશ્વકપ ભારત નહીં જીતે તો ધોનીના હાથમાંથી રંગીન કપડાની કપ્તાની પણ જઇ શકે છે.જો સચિનને ૧૬ વર્ષે ટીમમાં સ્થાન મળે તો મને કેમ નહિં? ગુરકીરત અમૃતસર : ગુરકીરતના કોચ સુખવિન્દરર ટિન્કુએ કહ્યું કે પંજાબની ટીમમાં પસંદગી ન થતા તે નિવૃતિ લેવાનો વિચાર કરતો હતો. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ત્રણ વન-ડે માટે ભારતીય ટીમમાં ગુરકીરત માનના સમાવેશથી તેની મમ્મી અમરપ્રિત કૌરને આશ્ચર્ય થયું છે. પંજાબથી મીડ-ડે સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેની મમ્મીએ કહ્યું હતું કે ‘ગુરકીરત દેશ વતી રમશે એવો અમને વિશ્વાસ હતો, પરંતુ આટલો જલદી ટીમમાં સ્થા ન મેળવશે એવી લગીરેય આશા નહોતી. અમારા માટે આ આશ્ચર્ય અને આનંદની વાત છે. અમને ઘણી ખુશી થઈ છે. કયા ખેલાડીની મમ્મીને હરખ ન હોય.  આ તો તેના ક્રિકેટજીવનની શરૂઆત છે એટલે એકસાઈટમેન્ટ તો રહેવાનું જ. ગુરકીરતના પપ્પા (રૂપિન્દરસિંહ માન) ને આ ગુડ ન્યૂઝ ટેલીફોન પર મેં આપ્યા હતા. તેઓ પંજાબ મંડીમાં સરકારી કામસર ગયા હતા. તેમની ખુશીનો પણ પાર નહોતો રહ્યો. ૨૫ વર્ષનો ગુરકીરત હજી પહેલી વન-ડે રમે એ પહેલા તો ત્રણ વખત ક્રિકેટમાંથી નિવૃતિ લઈ ચૂકયો હતો. તેના કોચ સુખવિન્દેર ટીન્કુએ જણાવ્યુક હતું કે પંજાબની ટીમમાં જ્યારે – જ્યારે તેની પસંદગી નહોતી થતી ત્યારે નિવૃતિનો પાકો નિર્ણય લેતો હતો. સચિન તેંડુલકર જો ૧૬ વર્ષે ટીમમાં સ્થાન મેળવી શકે તો હું કેમ નહિં એવી દલીલ કરતો હતો. તેના મમ્મી – પપ્પા પણ  ગુરકીરતને ક્રિકેટની રમત છોડી અભ્યાસમાં ધ્યાન આપવાનુ કહેતા. મેં તેને સતત પ્રોત્સાહન આપવાનુ કામ કર્યુ છે.’
 
You might also like