ધવન-કોહલીના શતક સાથે ૩૭પ : બીજા દાવમાં શ્રીલંકાના ર/પ

ગાલે : ગાલેમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે રમત બંધ રહી ત્યારે શ્રીલંકો તેના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને ચાર રન કર્યા હતા અને તેની હાલત કફોડી બની ગઈ હતી. શ્રીલંકા ઉપર હારનું સંકટ તોળાઈ રહ્યું છે. શ્રીલંકાની હાલત ધરઆંગણે કફોડી થયેલી છે. શ્રીલંકા હજુ ૧૮૭ રન પાછળ છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. સંગાકારા ઉપર તમામ આધાર રહેલો છે.

આ ટેસ્ટ મેચ ભારત ત્રીજા દિવસે જીતીને શ્રેણીમાં ૧૦ની લીડ મેળવી લે તેવી શકયતા દેખાઈ રહી છે. ભારતીય ખેલાડીઓમાં શાનદાર દેખાવથી આ શકય બની શકે છે. આજે બીજા દિવસે ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં ૩૭૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ ૧૩૪ અને વિરાટ કોહલીએ ૧૦૩ રન કર્યા હતા. જોકે, બાકીના બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. અગાઉ ગઈકાલે સ્પીનર અશ્વિનના જોરદાર તરખાટ સામે શ્રીલંકાના બેટ્સમેનોએ શરણાગતિ સ્વિકારી લીધી હતી.

શ્રીલંકાની ટીમતેના પ્રથમ દાવમાં ગઈકાલે ૧૮૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન એન્જેલો મેથ્યુસે સૌથી વધુ ૬૪ રન કર્યા હતા. જયારે ચાંડીમલે ૫૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સ્ટાર બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. આધારભૂત બેટ્સમેન કુમાર સંગાકારા માત્ર ૫ રન કરી આઉટ થયો હતો. થીરીમાને ૧૩ રન કરી શકયો હતો.અશ્વિને ૪૬ રન આપીને છ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના બેટ્સમેનો મેદાન ઉપર ધરઆંગણે માત્ર ૪૯.૪ ઓવર ટકી શકયા હતા.

ભારત તરફથી અશ્વિન ઉપરાંત મિશ્રાએ બે વિકેટ ઝડપી હતી. જયારે ઈશાંત શર્મા અને વરુણ આરોને ૧૧ વિકેટ ઝડપી હતી.ગાલેમાં આઠ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની જીત હારનો રેકોર્ડ ૪૩નો રહ્યો છે. જૈ પૈકી શ્રીલંકાએ પાકિસ્તાનને બે વખત, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને એકએક વખત હાર આપી છે જયારે તેની આ ગાળા દરમિાયન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે હાર થઇ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાયેલી ત્રણેય ટેસ્ટ મેચોમાં પરિણામ આવ્યા છે.

એકંદરે ગાલેમાં રમાયેલી મેચો પર નજર કરવામાં આવે તો શ્રીલંકાએ ૨૫ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી ૧૩માં જીત અને ૬માં હાર થઇ છે.  છ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. ભારતે આ મેદાન ઉપરત્રણ ટેસ્ટ મેચ રમી છે જે પૈકી એકમાં જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કર્યો છે. ભારતને ગાલેના મેદાન ઉપર વધુ એક જીત મેળવવાની તક રહેલી છે. આ મેદાન ઉપર શ્રીલંકાનો ટ્રેક રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. પરંતુ હવે આ મેચમાં તેની હાર નિતિ દેખાઈ રહી છે. સંગાકારા ઉપર સમગ્ર આધાર રહેશે.

દિલ્હીના મિત્રોએ તોડ્યો મુંબઇના મિત્રોનો ૨૨ વર્ષ જૂનો રેકોર્ડભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઇ રહેલ પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાની ટીમને બેકફૂટ પર ધકેલી છે. આ સાથે ભારત તરફથી ત્રીજી વિકેટમાં વિરાટ અને ધવનની જોડીએ શાનદાર બેટિંગ કરતાં ૨૦૦થી વધુ રન જોડી લગભગ ૨૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે તેમણે શ્રીલંકામાં ભારત તરફથી ૧૯૯૩માં ત્રીજી વિકેટનો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીનો ૧૬૨ રનનો રેકોર્ડ તોડ્યો હતો. જેમાં વિનોદ કાંબલીએ શતક સાથે ૧૨૦ રન જ્યારે સચિને ૭૧ રન બનાવ્યા હતા. લગભગ ૨૨ વર્ષ પછી ત્રીજી વિકેટમાં રેકોર્ડ રન બનાવ્યા છે.

You might also like