ધવન ઇજાગ્રસ્ત : શ્રીલંકા પ્રવાસમાંથી થયો આઉટ

કોલંબો : શ્રીલંકાની વિરુદ્ધ ચાલી રહેલ ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમને વધું એક ઝટકો લાગ્યો છે. ઓપનર બેટ્સમેન શિખવ ધવન ઇજાનાં કારણે સિરિઝની બાકી બે મેચ નહી રમી શકે. ધવનને ગોલમાં રમાયેલી પહેલી ટેસ્ટ દરમિયાન ઇજા થઇ હતી.

બીસીસીઆઇની મેડિકલ ટીમે આ વાતની પૃષ્ટી કરી છે કે ધવન શ્રીલંકાની મુલાકાત પર ગયેલી ભારતીય ટીમમાં હવે નહી રમી શકે. ગોલમાં થયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ધવનનાં ડાબા હાથમાં ઇજા થઇ હતી. જો કે ટેસ્ટ પુરી થયા બાદ તે વાત સામે આવી કે ધવનને હેરલાઇન ફ્રેક્ચર છે. ડૉક્ટરોનાં અનુસાર ધવનને ચારથી છ અઠવાડીયાનાં આરામની સલાહ આપવામાં આવી છે. 

ધવને પહેલી ટેસ્ટ મેચનાં પહેલા દાવમાં 134 રન ફટકાર્યા હતા. બીજા દાવમાં તેમણે 28 રનોનું યોગદાન આપ્યું હતું. ભારત આ ટેસ્ટ મેચ 63 રનોથી હારી ગયું હતું. ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત 0-1થી પાછળ છે. 

You might also like