દ વિન્સી રોબો કેન્સરની સારવારમાં મદદરૂપ થાય છે

ચાર હાથવાળો સર્જ્યન રોબો પ્રોસ્ટેટ રોગોની સારવાર માટે વિકસાવવામાં અાવ્યો હતો. એ હાલ ઈંગ્લેન્ડમાં મોટા ભાગે ફેફસાંના કેન્સરની સારવારમાં ઉપયોગી છે. અા સંશોધનને લીધે દરદી સર્જરીના બે દિવસ બાદ ઘરે જઈ શકે છે અને બહુ જ ઓછા દર્દથી પીડાય છે. દ વિન્સી નામનો રોબો ડોક્ટર દ્વારા એક્ટિવેટ થાય છે અને જે સર્જરી કરે એ રોબોના હાથ પર નિયંત્રણ રાખી શકે છે.

મશીન ગાંઠની જગ્યા શોધે છે અને દરદીને જરા પણ દબાણ અાપ્યા વગર ગાંઠ સુધી પહોંચીને કાઢી નાખે છે. ઓપરેશન દરમિયાન દરદીને દબાણને કારણે વધારે દુખાવો થાય છે, પરંતુ રોબો અા દબાણ ઘટાડી નાખે છે એટલે દુખાવો એકદમ ઓછો થઈ જાય છે. વિશ્વભરમાં ૩૩૧૭ જેટલા દ વન્સી રોબો વેચાઈ ચૂક્યા છે. 

You might also like