દ.આફ્રિકા સામે બીજી ટી-ર૦માં ટીમ ઈન્ડિયાનો ૯ર રનમાં વાવટો સમેટાયો

કટક : પહેલી ટી-૨૦માં ૨૦૦ રનનો જુમલો કરનાર ટીમ ઇન્ડિયાએ કટકના બારામતી સ્ટેડિયમમાં રમાયેલ બીજી વન-ડેમાં ખરાબ પ્રદર્શન કરતા વીસ ઓવરની મેચમાં ૧૭.૨ ઓવરમાં ૯૨ રન બનાવી શકી છે. ભારતના માત્ર ચાર ખેલાડી બે આંકડામાં પહોંચી શક્યા હતા. ટોસ ગુમાવી બેટિંગમાં ઉતરેલ ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવને દાવની શરૂઆત કરતાં માત્ર ચોથી ઓવરમાં ૧૧ રને ધવનની વિકેટ મોરીસે ઝડપી લીધી. રોહિત સાથે જોડાયેલ કોહલી પણ માત્ર એક રન બનાવી રનઆઉટ થયો હતો.

આઠમી ઓવરમાં ૪૩ રને રોહિત શર્માની વિકેટ ગુમાવતા ભારત મુશ્કેલીમાં મુકાયું હતું. સુરેશ રૈના પણ ૨૨ રને તાહિરનો શિકાર બન્યા પછી પાછળના તમામ બેટસમેન એક પછી એક પેવેલિયન પહોંચી ગયા હતા. અંતિમ ખેલાડીઓમાં એકમાત્ર અશ્વિન ૧૧ રન બનાવી શકતાં ટીમ ઇન્ડિયા ૯૨ રન બનાવી ૧૭.૮ ઓવરમાં ઓલઆઉટ થઇ ગયું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી મોર્કલે ત્રણ, તાહિર અને મોરીસે ૨-૨ તથા રબાડાએ એક વિકેટ ઝડપી હતી.

આ પહેલાં ત્રણ મેચની વન-ડે સિરિઝમાંની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ કટકમાં ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયામાં એક માત્ર ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં અરવિંદની જગ્યાએ હરભજન સિંહનો ટીમમાં સમાવેશ કરાયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર એક દિવસીય ક્રિકેટ મેચને લઈ ટિકિટ માટે ગ્રીનપાર્ક બહાર લાગેલી લાઈનમાં વિદ્યાર્થીઓને કાબૂમાં કરવા માટે આજે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો.

મેચની ટિકિટનું આજે સવારે વેચાણ ચાલુ થાય તે પહેલા પંદર કલાકથી લાઈન લાગી ગઈ હતી. કાનપુરના ગ્રીન પાર્કમાં ૧૧ ઓકટોબરના રમાનાર આ મેચ માટે વિદ્યાર્થીઓને ૧૦૦ રૂપિયામાં ટિકિટ આપવાની હતી. જેના માટે મેચના ચાહકો પંદર કલાક પહેલા લાઈન લગાવી ઉભા રહી ગયા હતા. વિદ્યાર્થીઓની આ ભીડને કાબૂમાં રાખવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. ગ્રીન પાર્કની કુલ ક્ષમતા લગભગ ૩૨ હજારની છે.

 

જેમાંથી યુપીસીએ ૧૯ હજાર ટિકિટ વેચી રહી છે. હવે તેની પાસે ૧૩ હજાર બેઠક વધી છે. જેમાંથી ચાર હજાર બીસીસીઆઈના નામે છે. ૨૦૦૦ પ્રદેશ અને જિલ્લા ક્રિકેટના નામે તથા બીજી ટિકિટ વીઆઈપી લખનઉ નામે રખાઈ છે.

You might also like