દોલપુરમાં ક્ષત્રિય ઠાકોર સેનાનું સંમેલન યોજાયું : પાટીદાર આંદોલનનો વિરોધ

બાયડ : અરવલ્લી જિલ્લાના દોલપુર ગામે ક્ષત્રિય ઠાકોર સેનાનું સંમેલન યોજાયું હતું જેમાં સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ દ્વારા રાજયમાં અરાજકતા ફેલાવાયું છે. તેવો આક્ષેપ કરીને જણાવ્યું હતું  કે, એક પણ પોલીસ સામે પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પગલાં ભરાશે તો ઓબીસી, એસટી અને એસસીના ચાર કરોડ લોકો રસ્તા પર ઉતરી આવશે. વધુમાં તેમણે હાર્દિક પટેલ સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી.

પાટીદારો પર દમન ગુજારનાર પોલીસને સસ્પેન્ડ કરવાની સમક્ષ ઉગ્ર માંગ ઉઠવામાં આવી છે ત્યારે ક્ષત્રીય સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર નિવેદનમાં જણાવ્યું છે કે રાજયમાં એક પણ પોલીસને સસ્પેન્ડ કરશે તો ઓબીસી, એસટી અને એસસીના ૪ કરોડ લોકો રોડ ઉપર ઉતરી આવશે સરકારને પણ આડે હાથે લેતા જણાવ્યું કે આખા ગુજરાત રાજયમાં બે મહિનાથી અરાજકતા ફેલાવનાર હાર્દિક પટેલ સામે કડક પગલાં ભરવામાં આવે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જોલપુર ગામે ક્ષત્રીય સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરએ પાટીદાર અનામત આંદોલન સામે આકરા પ્રહારો કર્યા હતા, સમગ્ર ગુજરાતમાં સુખ સાહબી ભોગવતો સમાજ કંઈક માગવા નીકળ્યો છે અને અરાજકતા ફેલાવી દીધી છે. છેલ્લા બે મહિનાથી હાર્દિક પટેલે આખા રાજયમે બાનમાં લીધું છે. સરકાર તેની સામે કડક પગલા ભરે પાટીદાર સમાજ માટે સારા સમાચાર નથી. તેમને સરકારને ચેતવણી આપી હતી કે આવા લોકો સામે કડકમાં કડક હાથે પગલા લો નહીં તો આવનાર સમય ખરાબ આવશે.

સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ પાસે પાટીદાર લોકો દ્વારા અનામત આંદોલનમાં ટેકો હોવાનું લેટરપેડ પર લખવી લેવામાં આવ્યું હતું જેથી દીપસિંહ રાઠોડ ઠાકોર સમાજની માફી માગે અને ૨૪ કલાકમૌં ઠાકોર સમાજમાં સમર્થન આપે. જો માફી માંગવામાં નહીં આવે તો આગામી સંસદની ચૂંટણીમાં લોકો તેમને ભઊલી જશે. આવનાર દિવસોમાં હિંમતનગર ખાતે લોકો અદાલત ભરી દીપસિંહનો ન્યાય કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

પાટીદાર લોકો દ્વારા વારંવાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવે છે. સરકાર દ્વારા એક પણ પોલીસ કર્મી સામે પગલાં ભરવામાં આવશે યા સસ્પેન્ડ કરવામાં આવશે તો ગુજરાતની ૪ કરોડ જનતા રોડ ઉપર આવી જશે જેની જવાબદારી સરકીરની રહેશે.

 

દોલપુર ખાતેથી જાહેર સભાને સંબોધતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે અમારા હક્કો પર તરાપ મારવા નીકળેલા લોકોને હવે તો ઓબીસીમાં સ્થાન નહીં જ મળે. પરંતુ આ સમાજને નુકસાવ નહીં થવા દઉં. હવે  અમને જગાડી દીધા છે, પહેલા દિલોના દરવાજા ખોલી પછી અનામતની માંગ કરો.

You might also like