દેશમાં કોંગ્રેસ નામનાં કોઇ પક્ષનું અસ્તિત્વ જ નથી રહ્યું : મુલાયમ

લખનઉ : સમાજવાદી પાર્ટીનાં નેતાએ દાવો કર્યો છે કે હવે દેશમાં કોંગ્રેસનું અસ્તિતવ સમાપ્ત થઇ ચુક્યું છે. પાર્ટી બિલ્કુલ ગર્તમાં ઘકેલાઇ ગઇ છે. મૈપુરમાં આજે મુલાયમ સિંહ યાદવે એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓની આકરી ઝાટકણી કાઢી હતી. મુલાયમે કહ્યું કે હવે દેશમાં કોંગ્રેસની ગણત્રી ક્યાંય થતી જ નથી. આગામી સમયમાં પણ આ પાર્ટીનું કોઇ ભાવિ નથી. કોંગ્રેસની ભુલનાં કારણે જ ભાજપ સરકારમાં આવી ગઇ છે. માત્ર સમાજવાદી પાર્ટીએ જ ભાજપની સામે સંધર્ષ કર્યો છે. તેમણે ક્યું કે હવે જે લોકો ધર્મનિરપેક્ષ હોવાનાં દાવાઓ કરી રહ્યા છે તે લોકોએ જ ભાજપને મદદ કરી.

મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને મુલાયમ સિંહે આઠ જ મહિનામાં મૈનપુરીમાં એક સૈનિક શાળા ખોલવાનું વચન આપ્યું હતું. જો કે તેમણે બિહારનાં મહાગઠબંધન અંગે કાંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. તેઓએ પ્રેસ સાથે વાતચીત કરવાનું પણ ટાળ્યું હતું. મૈનપુરમાં IIT અને સૈનિક શાળાનાં શિલાન્યાસ પ્રસંગે તેઓએ સભા સંબોધી હતી. બીજી તરફ અખિલેશે પણ વચનોનાં પુલ બાંધતા કહ્યું હતુંકે સૌથી વધારે સૈનિક શાળાઓ યુપીમાં હશે. 

સમાજવાદી પાર્ટીનાં નેતા અને અખિલેશનાં કાકા શઇવપાલ સિંહે મેનપુરી મંચ પરથી કહ્યું કે ઠેકેદારો અને બે નંબરનાં કામ કરનારા લોકોએ સમાજવાદી પાર્ટી અને આ મંચછોડી દેવું જોઇએ. તેમણે મોદી પર પણ શાબ્દિક હૂમલો કર્યો હતો.તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં મોદીનો કાળો જાદુ ચાલશે નહી. મોદીનો જાદુ હવે પુરો થઇ ગયો છે લોકો સત્ય હકીકત જાણી ચુક્યા છે. મોદી માત્ર વચનો આપવામાં જ શુરાપુરા છે.

You might also like