દેશમાં કરોડપતિઓની સંખ્યા વધશેઃ એસોચેમ

મુંબઇઃ દેશમાં નવી કંપનીઓ દ્વારા ગતિ પકડવાની સાથે કરોડપતિઓની સંખ્યામાં પણ વધારો થશે. એસોચેમના વધુમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૦ સુધીમાં દેશમાં એક અંદાજ મુજબ એક ડઝનથી વધુ અબજપતિ અને અનેક કરોડપતિઓનો ઉમેરો થશે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે ઇ-કોમર્સ, નાણાકીય સેવા અને ઇન્ફર્મેશન  તથા ટેક્નોલોજીની જુદી જુદી સેવા આપતી કંપનીઓનો વિકાસ થવાની મોટી આશા છે. રિપોર્ટમાં કહેવા પ્રમાણે ગતિ પકડતી કંપનીઓમાં એશિયાના ચીન અને ભારત દેશ અગ્રેસર હશે. ચીનમાં આ અંગે થોડી મુશ્કેલી આવી શકે છે, પરંતુ ભારત માટે આવી કોઇ મુશ્કેલી આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. રિપોર્ટમાં કહેવા પ્રમાણે મ્યુઝિક, એન્ટરટેઇન્મેન્ટ, રેડિયો ટેક્સી, ઇ-કોમર્સ તથા જાહેર ટ્રાન્સપોર્ટ સેવા આપતી નવી કંપનીઓનો આગામી દિવસોમાં વિકાસ વધુ થશે તથા નાણાકીય કમાણી પણ આ કંપનીઓમાં વધુ થશે.

You might also like