દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે અમુક તત્વો : આઝમ

લખનઉ : ફાંસીવાદી તાકાતો દ્વારા હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનાં કથિત પ્રયાસની સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરનારા આઝમ ખાને પોતાનાં પગલાને યોગ્ય ગણાવ્યું હતું. ખાને કહ્યું કે જ્યારે બદાયૂ કાન્ડ અને બાલશ્રમ વખતે તમામ મુદ્દાઓ વૈશ્વિક સંસ્થાઓ સામે લાવવામાં આવ્યા ત્યારે સમાજનાં ‘રખેવાળો’ ક્યાં હતા. આઝમે લખનઉમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે માત્ર મુઠી વાળી લેવાથી તાકાત નથી આવી જતી, માત્ર બે શબ્દો બોલવાથી હકીકત બહાર નથી આવતી, કાંઇક કરવું પડે છે.

જ્યારે બદાયુમાં ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવેલી યુવતીઓનાં મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવાયો હતો. જ્યાર બાદ યુએનનાં મહાસચિવનો પત્ર મુખ્યમંત્રી પાસે આવ્યો હતો અને તેમણે જવાબ આપ્યો. ત્યારે સમાજનાં રખેવાળો ક્યાં ગયા હતા. 

ખાને કહ્યું કે જ્યારે અહીંના તમામ લેબર આંદોલનો, બાલશ્રમનાં મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર ગયા, ત્યારે કૈલાશ સત્યાર્થીજીને નોબલ પુરસ્કાર મળ્યુ. તે સમયે આ લોકો ક્યાં હતા. આઝમે કહ્યું કે સ્વાસ્થયનાં લાખો કિસ્સાઓ સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવામાં આવ્યા પરંતુ કોઇએ તેનો વિરોધ નહોતો કર્યો. પરંતુ જ્યારે એક બેગુનાહ વ્યક્તિનાં મૃત્યુને જ્યારે યુએનમાં લઇ જવાની વાત કરી ત્યારે રખેવાળો મને પાકિસ્તાની એજન્ટ, ભારત છોડી દેવાની ધમકીઓ પણ મળી રહી છે. 

You might also like