દેશના 50 શહેરોને ‘સોલાર સિટી' બનાવવાની મળી મંજૂરી

નવી દિલ્હી: ઉર્જા મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાની સહિત 50 શહેરોને ‘સોલાર સિટી’ તરીકે વિકસાવવાની પરવાનગી આપી દીધી છે.  કુલ પ્રસ્તાવિત 60 શહેરોમાંથી 50 શહેરો માટે મંજૂરી આપવામાં આવી છે. તેમાં નવી દિલ્હી, આગરા, ચંદીગઢ, ગુડગાંવ, ફરીદાબાદ, અમૃતસર, ન્યૂ ટાઉન (કલકત્તા), હાવડા, મધ્યમગ્રામ, કોચ્ચિ તથા ભોપાલ જેવા શહેરો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રાલયની વેબસાઇટ પર આ યાદી મુકવામાં આવી છે.  

આ શહેરોમાંથી 46 માટે માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં આગરા, ગાંધીનગર, રાજકોટ, સૂરત, થાણે, શિરડી, નાગપુર, ઔરગાબાંદ ઇમ્ફાલ, ચંદીગઢ, ગુડગાંવ, ફરીદાબાદ, બિલાસપુર, રાયપુર, અગરતલા, ગુવાહાટી, જોરહાટ, મૈસૂર, શિમલા, હમીરપુર, જોધપુર, વિજયવાડ, લુધિયાણા, અમૃતસર, દેહરાદુન, પણજી અને નવી દિલ્હી સામેલ છે. આ ઉપરાંત શહેરોને સૌધાંતિક મંજૂરી આપવામાં આવી છે. તેમાં તિરૂવનંતપુરમ, જયપુર, ઇન્દોર, લેહ અને મહબૂબનગર છે. 

આઠ શહેરોનો વિકાસ ‘આદર્શ અને સોલાર સિટી’ના રૂપમાં કરવામાં આવશે.અત્યારે તેના માટે નાગપુર, ચંદીગઢ, ગાંધીનગર અને મૈસૂરની ઓળખ કરવામાં આવી છે. તો બીજી તરફ 15 શહેરો પાયલોટ અને સૌર સિટીના રૂપમાં વિકસિત કરવામાં આવશે. અત્યારે તેના માટે 13 શહેર અગરતલા, કોયમ્બતૂર, રાજકોટ, શિમલા, ફરીદાબાદ, થાણે, રાયપુર, શિરડી, લેહ,એજલ, પોડીચેરી, વિજયવાડા અને અમૃતસરની પસંદગી કરવામાં આવી છે. 

You might also like