દેશના આર્થિક વિકાસના દાવા સામે મૂડીઝને શંકા

નવી દિલ્હીઃ સરકાર દેશની ઇકોનોમી અંગે જરૂરી હોવા જોઇએ તેના કરતાં ઊંચો વાયદો કરે અને તેને પૂરો ના કરે તો આર્થિક વિકાસનો દર ૭.૫ ટકાથી ઉપર જવાની કોઇ જ શક્યતા રહેતી નથી તેવું વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝનું માનવું છે. મૂડીઝના જણાવ્યા અનુસાર ૭.૫ ટકા વિકાસ દર પણ વધુ લાગી રહ્યો છે, જોકે ભારતની ક્ષમતા કરતાં તે આંક ઓછો છે. ભારતની ક્ષમતા ૧૦ ટકા જીડીપી ગ્રોથ હાંસલ કરવાની છે. ઉલ્લેખનીય છે કે દેશના આર્થિક વિકાસ માટે જે ગતિ આવવી જોઇએ તેવી ગતિ હજુ જોવા મળી નથી.રિપોર્ટમાં મૂડીઝે કહ્યું છે કે દેશની ઇકોનોમી વર્ષ ૨૦૧૪ના અંતે જે જોવા મળી હતી તેમાં સુધારો નોંધાયો છે, પરંતુ હજુ પણ ગતિ પકડી નથી. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે દેશની ઇકોનોમીમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે, પરંતુ સરકારે જે સુધારા અંગે વાયદો કર્યો હતો તેમાં હજુ કાર્ય થયું નથી, જે સૌથી મોટી આડખલીરૂપ છે. દેશના ઉદ્યોગજગતમાં કોન્ફિડન્સ લેવલ નબળું પડી રહ્યું છે.
You might also like