દૂરસંચાર ઉપગ્રહ GSAT-૬નાં  અવકાશગમનમાં સફળતા મળી

શ્રીહરિકોટા: દૂરસંચાર  ઉપગ્રહ GSAT-૬નું અવકાશગમન સફળ રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ સ્વદેશી ટેકનોલોજીથી બનાવેલા આ વિશાળ કદના સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલ્યો  છે. જીએસએલવીડી-૬ સેટેલાઈટ લોન્ચ વ્હીકલે ઉપગ્રહને જીયોસ્ટેશનરી ભ્રમણકક્ષામાં મૂકયો હતો.  ભારતીય લશ્કરને મદદરૃપ થવા માટે ખાસ તૈયાર કરાયેલો આઈ સેટેલાઈટ અત્રેના સતિષ ધવન સ્પેસ સેન્ટરમાં લોન્ચ પેડ ખાતેથી આજે સાંજે ૪ અને ૫૨ મિનિટે અહીંથી અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉડયનની ૧૭મી મિનિટે જીસેટ-૬ ઉપગ્રહ જીયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં ગોઠવાયો તે સમયે મિશન સફળ થયું હતું.
GSAT-૬ સેટેલાઈટ બે ટન વજનનો છે. તેમાં અનેક પ્રકારની વ્યૂહાત્મક એપ્લિકેશન્સ સામેલ કરાઈ છે. તેના સૌથી આધુનિક ઉપકરણોમાં છ મીટરના ઘેરાવાવાળી એસ.બેન્ડ એન્ટેનાનો સમાવેશ થાય છે. ઈસરો સંસ્થાએ તેના આ ૨૫મા સેટેલાઈટને જીએસએલવી રોકેટની મદદથી અંતરિક્ષમાં મોકલીને સફળ ઈતિહાસ રચ્યો છે.  ઈસરોના વૈજ્ઞાનિકોએ મિશન કન્ટ્રોલ સેન્ટર ખાતેથી રોકેટની પ્રગતિ પર સતત દેખરેખ રાખી હતી.
 
You might also like