દુર્જનનો હંમેશાં ત્યાગ કરો  

કપટી તથા મનના મેલા દુર્જનનો હંમેશાં ત્યાગ કરવો તે બાબત સજ્જન માટે પરમ હિતકારી છે. આ બાબતે મહાત્મા તુલસીદાસજીએ શ્રીરામચરિતમાનસના અયોધ્યાકાંડમાં સમજાવ્યું છે.

કૈકયીનું ભાગ્ય ફર્યું. તેમને કપટી મંથરા સારી લાગવા માંડી. બગલીને હંસલી માની તેની પ્રશંસા કરવા લાગ્યાં. શ્રીરામ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતી કૈકેયી મંથરાની જાળમાં ફસાવા લાગ્યાં. રામ તેમને કપટી લાગવા લાગ્યા. ભાગ્યની પ્રબળતા જણાવતાં મહાત્મા તુલસીદાસજી જણાવે છે કે, “જ્યારે ભાગ્ય ફરે છે ત્યારે ખરાબ વ્યક્તિ સારી લાગવા લાગે છે. સત્ય ઉપર પડદો પડી જાય છે. બગલાને હંસ માની તેની પૂજા કરવા લાગી જાય છે.” જ્યારે આપણું અહિત કે અમંગળ થવાનું હોય ત્યારે ભાગ્યવશાત્ દુર્જનોની જ આપણને સોબત મળી જાય છે. એટલું જ નહીં તેમની દરેક બાબત સારી લાગવા લાગે છે. સાચું સમજવાની કે સાચું વિચારવાની આપણી શક્તિ ચાલી જાય છે. દુર્જનનો સંગ આપણી બુદ્ધિનું બાષ્પીભવન કરી મૂકે છે. સંસ્કૃત ભાષાના એક સુભાષિતમાં જણાવ્યું છે કે ધૂળ પવનના (એટલે કે ઉત્તમના) સંગમાં રહે છે ત્યારે આકાશે ચડે છે. પરંતુ અઘન એટલે કે પાણીના સંગમાં આવે તો કાદવ બની આપણા પગમાં ચોંટે છે. સંગના રંગનું મહત્ત્વ તો છે જ. દુર્જનનો સંગ તો સર્વથી ત્યાજ્ય છે. એક સુભાષિત કહે છે કે, 

દુર્જન સર્વથા ત્યાજ્ય વિદ્યાલંકૃતોડપિ સન

મણિનાભૂષિતઃઅપિ સર્પ કિમ અસૌ ન ભયંકરમ્।।

અર્થાત દુર્જન ગમે તેટલો ભણેલો કેમ ન હોય? તે વિદ્વાન જ કેમ ન હોય પરંતુ તે સર્વ કાળે ત્યજવા યોગ્ય જ છે. શું મણિથી શોભતો સાપ કોઈ ભયંકર નથી? િવદ્યાથી શોભતો દુષ્ટ ત્યજવા યોગ્ય ગણાતો હોય ત્યારે તદ્દન સામાન્ય કક્ષાની દાસી કપટી મંથરાની વાતોમાં દશરથ રાજાની પ્રિય તથા ઉત્તમ કુળમાં જન્મેલાં કૈકેયી માતા ફસાઈ જતાં હોય છે. ત્યાં ભાગ્યની પ્રબળતા સિવાય બીજું શું હોય?

દુષ્ટ પ્રકૃતિના મનુષ્યો સજ્જનોનો હંમેશાં તેજોવધ કરે છે. સજ્જનને તે ડગલેને પગલે પછાડવાની પરમ કોશિશ કરે છે. સજ્જનો પોતાનાં સ્વમાનનો ભંગ ન થાય તે માટે આવા દુષ્ટાત્માની દૂર રહેવાની સંપૂર્ણ કોશિશ કરતા હોય છે ત્યારે દુર્જનો આવા સજ્નનની પોતડી ખેંચી તેની ઈજ્જતનું વસ્ત્રાહરણ કરતાં સહેજ પણ વાર નથી લગાડતા. સમાજમાં ઉદાહરણોમાં એક વાત નોંધપાત્ર છે કે કપટી મનુષ્યો, દુર્જન મનુષ્યો બહુધા કાળા કે શ્યામ વર્ણના હોય છે. મથુરાનરેશ કંસ, અસ્તિ અને પ્રાપ્તિના પિતા જરાસંઘ કે જે કંસના સસરા હતા તે કાળા રંગના હતા. શ્રીકૃષ્ણને પણ ઘણા કાળિયો કહી કપટીનું ઉપનામ આપે છે. કાળા રંગનો કાગડો, ખંધું તથા લુચ્ચું શિયાળ પણ બહુધા શ્યામવર્ણનું હોય છે. આ બધું સૂચવે છે કે શ્યામવર્ણ મોટે ભાગે કપટી હોય છે. કાળી વસ્તુઓમાં કસ્તૂરી, કાજળ, કોયલ, જમનાના કાળાં 

ભમ્મર જળ, મરકતમણિ, જાંબું, વંત્યાક વગેરે કાળા રંગના જ્યારે તેમના સ્વભાગ ઉપર જાય છે ત્યારે સજ્જનોનું અહિત કરે છે. દુષ્ટાત્મા મોટેભાગે કાળા રંગના હોવાથી તેમનાથી ચેતવું સારું કહેવાનું તાત્પર્ય એ નથી કે જગતની તમામ કાળી વસ્તુ કપટી હોય છે.  ઘણી કાળી વસ્તુ ઉમદા પણ હોય છે. છતાં રંગ તેનો સ્વભાવ બતાવે છે. તે દરેક વખતે જોવા મળતું હોય છે.              

You might also like