દુબઈથી આવેલી બે મહિલા બે કિલોથી વધુ સોના સાથે એરપોર્ટ પરથી ઝડપાઈ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગત રાત્રિના કસ્ટમ વિભાગે બે મહિલાઓને એક-એક કિલોના સોનાના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિના દુબઈથી આવેલી સ્પાઈસ જેટની ફલાઈટ નં. SG-16માંથી ઊતરેલી બે મહિલા પેસેન્જરનું કસ્ટમ િવભાગે ચેકિંગ કરતાં તેમની પાસેથી ગેરકાયદેસર રીતે લવાયેલો સોનાનો જથ્થો મળી આવ્યો હતો.

આ બંને મહિલાઓ પોતાની સાથે એક-એક કિલો કરતાં વધુ સોનાનો જથ્થો લઈને આવી હતી. આ અંગે કસ્ટમ વિભાગે અંદાજે બે કિલોથી વધુ સોનું કબજે કર્યું હતું, જેની બજાર કિંમત ૫૫ લાખથી વધુ આંકવામાં આવી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે દુબઈથી આવેલા મુંબઈના શખસ પાસેથી કસ્ટમ વિભાગે દોઢ કિલોથી વધુ ગેરકાયદેસર લવાયેલ સોનું પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like