દિવસમાં ૧૨,૦૦૦ વખત છીંકતી કિશોરી

ટેકસાસ: જો તમને શરદી થઈ જાય અને દિવસમાં સતત છીંકો આવતી રહે તો તમારી હાલત ખરાબ થઈ જાય છે. તો વિચારો કે જેને દિવસમાં ૮૧૦ નહીં પણ ૧૨,૦૦૦ વખત છીંક આવતી હોય તેની હાલત શું થતી હશે? એક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા મુજબ, ટેકસાસના એન્જલટનમાં રહેતી ૧૨ વર્ષની કેટલીન થોર્નલી નામની આ કિશોરી છેલ્લા એક મહિનાથી દરરોજ માત્ર ૧ મિનિટમાં ૨૦ વખત છીંકે છે.

ડોકટર્સનું કહેવું છે કે, તેને આ છીંકો કોઈ વાઈરસ કે એલર્જીને લીધે નથી આવતી. તેની છીંકો ત્યારે જ બંધ થાય છે, જયારે તે સૂવે છે, પરંતુ તેના માટે પણ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પોતાને ઊંઘ આવે તે માટે કેટલીન કફ સીરપ પીવે છે અને બિટલ્સ મ્યૂઝિક સાંભળે છે. કેટલીનના જણાવ્યા મુજબ તેની શરૃઆત નાની છીંકોથી થઈ અને ત્યારે તેને લાગ્યું કે, કોઈ એલર્જીને લીધે આવું થઈ રહ્યું છે. પરંતુ હવે આ છીંકો ઘણી ગંભીર બની ગઈ છે અને આટલી બધી છીંકોને લીધે તેના પેટમાં દુઃખાવો શરૃ થઈ ગયો છે.

 

તે ઉપરાતં પણ પગમાં પણ ઘણો દુઃખાવો થાય છે, કેમકે ખાવાનું ખાઈ ન શકવાને લીધે તે ઘણી નબળી પડી ગઈ છે. તેના કહેવા મુજબ, તેને કયારેક તો લાગે છે કે, તે તેનું શરીર છોડી દે, જેથી આ છીંકોથી તેને રાહત મળે. કેટલીન અને તેનો પરિવાર હવે સોશિયલ મિડિયા પર લોકો પાસે મદદ માંગી રહ્યો છે, જેથી તેમને તેમની દીકરીની બીમારી વિશે સાચી જાણકારી મળી શકે.

You might also like