દિલ્હી યુનિવર્સિટીમાં ABVPનો સપાટો : ઓસર્યો AAPનો જાદુ

નવી દિલ્હી : યૂનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓનું પરિણામ શનિવારે જાહેર થયું હતું. આ પરિણામોમાં એબીવીપીનો ભવ્યવિજય થયો હતો અને ચારેય સીટો પર કબ્જો મેળવ્યો હતો. એનએસયુઆઇ બીજા નંબર પર રહી જ્યારે આપ સમર્થીતવિદ્યાર્થી યુનિયન એનયુસીવાય કોઇ જ જાદુ દેખાડી શકી નહોતી. અત્રે ઉલ્લેખનીય છેકે શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી. 

એબીવીપીની તરફથી પ્રેસિડેન્ટ પદ પર સત્યેન્દ્ર અવાના, વાઇસ પ્રેસિડેન્ટ સન્ની દહિયા, સેક્રેટરી અંજલી રાણા અને જોઇન્ટ સેક્રેટરી પદ પર છત્રપાલ સિંહ યાદવ જીતી ગયા હતા. જીત બાદ એબીવીપીનાં સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ એનએસયુઆઇએ આ વખતે પ્રેસિડેન્ટનાં પદ માટે પ્રદીપ વિજયરાન, વાઇસ પ્રેસિડેન્ટ પદ માટં પ્રેરણા સિંહ, સેક્રેટરી પદ માટે અમિત શેહરાવત અને જોઇન્ટ સેક્રેટરી પદ માટે દીપકને ઉતાર્યા હતા. 

પહેલીવાર છાત્ર સંઘની ચૂંટણીમાં ઉતરેલ આપ સમર્થિત એનયૂસીવાયને ગેમ ચેન્જર માનવામાં આવી રહી હતી. પરંતુ આ યુનિયન કાંઇ જ કરી શક્યું નહોતુ અને ત્રીજા નંબરે રહી હતી. એનયૂસીવાઇનાં પ્રેસિડેન્ટ કુલદીપ વિધુરીએ જણાવ્યું કે અમે હાર અંગે મનોમંથન કરીશું અને ક્યા મુદ્દે અમે કાચા પડ્યા તે અંગે યોગ્ય પગલા લઇશું 

You might also like