દિલ્હીની એઇમ્સમાં બ્રેડના પેકેટમાંથી જીવતો ઉંદર નીકળ્યો

નવી ‌દિલ્હીઃ કલ્પના કરો કે તમે સવાર-સવારમાં તમારી પસંદગીનું બ્રાઉન બ્રેડનું સીલબંધ પેકેટ ખોલો છો અને તેમાંથી જીવતો ઉંદર નીકળે તો શું થાય? આવા વિચાર માત્રથી પણ ઘૃણા નીપજે, પરંતુ દેશની અગ્રણી તબીબી સંસ્થા અને હોસ્પિટલ નવી દિલ્હીની એઇમ્સમાં પણ આવું જ થયું.

બોન ન્યુટ્રીએન્સની બ્રેડના પેકેટમાંથી જીવતો ઉંદર નીકળતાં એઇમ્સ સત્તાવાળાઓએ આ કંપનીની બ્રેડ પર ત્રણ વર્ષ પ્રતિબંધ મૂકી દીધો છે. આ બ્રેડ એઇમ્સના દાખલ થતા હજારો દર્દીઓને આપવામાં આવતી હતી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણેે ઉંદરના ઇન્ફેકશનવાળી ચીજવસ્તુઓ પેટમાં જાય તો સામાન્યતઃ એલર્જી, તાવ અને ડાયરિયા થઇ શકે છે. તેનાથી લોહીમાં ઇન્ફેકશન અને મે‌િનન્જાઇ‌િટસ પણ થઇ શકે છે. 

બોન ન્યુટ્રીઅન્સની કેટલીયે ફૂડ પ્રોડકટ બજારમાં વેચાય છે. કંપની મુખ્યત્વે બ્રેડ, બિ‌િસ્કટ, કેક અને કૂકીઝ બનાવે છે. તેનું વેચાણ માત્ર ભારતમાં જ નહીં બલકે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ થાય છે. કંપનીના ડિવિઝનલ મેનેજરે આ અંગે મોકલવામાં આવેલ ઇ-મેઇલનો કોઇ જવાબ આપ્યો નથી.

આ સંદર્ભમાં એઇમ્સે તા.૯ સપ્ટેમ્બરે બ્રેડ કંપનીને કારણદર્શક નોટિસ બજાવી હતી, પરંતુ કંપનીએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો નથી. આખરે એઇમ્સે કંપની પર આગામી ત્રણ વર્ષ સુધી એઇમ્સમાં બ્રેડ સપ્લાય કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

You might also like